માર્કેટ સ્કેન

નિફ્ટી ફયુચર ૧૫૧૦૫ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સેન્સેક્સઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૮૪૬.૦૮ સામે ૫૦૫૧૭.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૩૧૧.૪૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૩૨૯.૨૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૫.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૫૯૦.૮૮ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૦૬.૨૫ સામે ૧૪૯૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૪૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૮૯.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૧૪.૧૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્ઝ્રઠ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૪૪૪૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૪૪૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૩૨૧ ના નીચા મથાળે નોંધાવી ૨૧૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૪૩૩૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ઝ્રઠ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૬૫૯૩૧ ના મથાળેથી ખુલીને રૂ.૬૫૯૩૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૫૩૨૨ ના નીચા મથાળે નોંધાવી ૪૭૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૫૪૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો... સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ગત સપ્તાહના અંતે પણ યુએસ અને સીરિયા વચ્ચે ભૂરાજકીય સ્થિતિ તંગ થતા વૈશ્વિક બજારોમાં ફફડાટ ફેલાયો હતો, ઉપરાંત વૈશ્વિક બોન્ડ માર્કેટ પણ બજારમાં ઘટાડા માટેનું જવાબદાર પરિબળ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વેચવાલીને અને ઘણા દિવસોથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી કરનારા અને તેજીનો અતિરેક કરી મૂકનારા ફંડો, મહારથીઓએ આર્થિક મોરચે પીછેહઠ અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અને મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે આજ ે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિ સર્જાવાના ભય અને આ સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેતે ભારતીય શેરબજારોમાં આજે સાવચેતીમાં વેચવાલી જોવા મળી હતી. એક તરફ કૃષિ બિલના મામલે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે એવામાં દેશના અનેક રાજયોમાં પરિસ્થિતિ વિકટ થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે ઊંચા વેલ્યૂએશન્સે આજે ફંડોએ ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતુ ં.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૧૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૧.૩૪% અને નેસ્ડેક ૨.૧૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, યુટીલીટી અને ઓઇલ એન્ડ ગેસ વેચવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૮ અને વધનારની સંખ્યા ૧૩૭૬ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, કોરોના સંક્રમણ ફરી ભારતના વિવિધ રાજયો મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, છત્તિસગઢ સહિતમાં ચિંતાજનક ફેલાવા લાગતાં ભારતીય અર્થતંત્રની પટરી પર આવી રહેલી ગાડી ફરી ઊતરી જવાના ફફડાટ અને વૈશ્વિક મોરચે ગત સપ્તાહના અંતે અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં એકાએક ઝડપી વધારો થતાં અમેરિકા પાછળ વૈશ્વિક બજારોમાં ઘટાડાની સાથે ભારતીય શેરબજારમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. ચાલુ સપ્તાહે પણ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. કોરોનાના વધતાં સંક્રમણ અને ફરી ભારતમાં વધુ રાજયો-શહેરોમાં લોકડાઉન લાગુ થવાની ચિંતાએ અર્થતંત્ર પર મોટો ફટકો પડવાની શકયતા પર ભારતીય શેરબજારની નજર રહેશે. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર પણ નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક

અંદાજીત રુખ

એચસીએલ ટેકનોલોજી (૯૬૩)ઃ- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૪૪ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૯૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

અદાણી પોર્ટ (૭૫૭)ઃ- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૭૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૭૪ થી રૂ.૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ભારત પેટ્રોલિયમ (૪૬૪)ઃ- રૂ.૪૩૩ નો પ્રથમ તેમજ રૂ.૪૨૪ ના બીજા સપોર્ટથી રિફાઈનરીઓ / પેટ્રો-પ્રોડકટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૭૭ થી રૂ.૪૮૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

હિન્દ પેટ્રો (૨૪૭)ઃ- રિફાઈનરીઓ / પેટ્રો-પ્રોડકટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૦ થી રૂ.૨૬૬ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૨૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

આરબીએલ બેન્ક (૨૪૩)ઃ- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૫૨ થી રૂ.૨૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit