| | |

અંધજન તાલીમ કેન્દ્રમાં દિવ્યાંગોના લાભાર્થે ૧૪ સપ્ટેમ્બરથી જિલ્લા માહિતી સેવા કેન્દ્રનો પ્રારંભ

જામનગર તા. ૧૧ઃ જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર તથા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ (જામનગર શાખા) ના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં એરોડ્રામ રોડ પર અંધજન તાલીમ કેન્દ્રમાં તા. ૧૪ મી સપ્ટેમ્બર ર૦૧૯ ના દિને દિવ્યાંગો માટે જિલ્લા માહિતી સેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવી રહ્યો છે.

આ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે અતિથિ તરીકે રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સંસદસભ્ય પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, તાલીમ કેન્દ્રના પ્રમુખ ચંદુલાલ આર. શાહ ઉપસ્થિત રહેશે.

દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ર૦૧૬ અંતર્ગત આવરી લેવામાં આવેલા દિવ્યાંગજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ કેટલાક જાહેર સાહસો તરફથી આરોગ્ય, શિક્ષણ, સામાજિક અને આર્થિક પૂનઃસ્થાપન તેમજ કૌશલ્ય વિકાસ સંબંધિત આપવામાં આવતી સુવિધાઓ અંગે તમામ આધારભૂત માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ સાથે અખિલ હિન્દ અંધજન ધ્વજદિન ર૦૧૯ ના આ માહિતી સેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવી રહ્યો છે. આ કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં નેત્રહીન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવશે તેમજ શિક્ષક દિને સહભાગી થયેલા શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવશે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit