જામનગરમાં માસ્કના નામે લૂંટવાનું બંધ કરોઃ કમિશનરને કરાઈ રજુઆત

જામનગર તા. ૭ઃ કોરોનાકાળમાં ધંધા-રોજગારને માઠી અસર થવા પામી છે ત્યારે તંત્ર દ્વારા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડ વસુલવામાં આવી રહ્યો છે. જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને આ બાબતે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી માસ્કના નામે લૂંટવાનું બંધ કરવા માંગણી ઉઠવા પામી છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનરને વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર અસ્લમ ખીલજીએ પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે જામનગરમાં ૧૧૫૨ લોકોના મૃત્યુ થયા છે. આમ છતાં તંત્રના ચોપડે ૨૧ મૃત્યુ જાહેર થઈ રહ્યા છે. શું મોતના આંકડા છુપાવવાથી કોરોના નાબુદ થઈ જશે?

બીજીતરફ ગરીબો પાસેથી માસ્કના નામે દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. તેમાં પણ પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. હિંમત હોય તો ભાજપવાળા પાસે કેટલો દંડ વસુલાયો તેના આંકડા જારી કરવા જોઈએ.

જામનગરમાં રોજનું કમાઈને રોજનું ખાવાવાળા ગરીબ માણસો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.

જામનગરમાં દારૃનું વેચાણ પોલીસને દેખાતું નથી અને માસ્કના નામે દંડા ઉગામે છે.

આમ ગરીબ ધંધાર્થીઓ ઉપર પોલીસ કાળો કેર વર્તાવી રહી છે. રેેંકડીમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ દંડ વસુલવામાં આવે છે તો શું મસમોટા મોલમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો નથી? ત્યાં કેમ દંડ વસુલવાતો નથી. માત્ર ગરીબ માટે જ કાયદો બનાવ્યો હોય તેમ જણાય છે.

ગત વર્ષ કરતા હાલમાં ૨૮ ટકા મોંઘવારી વધી છે અને ૩૦ ટકા લોકો બેરોજગાર થઈ ગયા છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ગત વર્ષે ૧૫૦૦ હતો જે આજે ૨૬૦૦નો ભાવ છે.

અન્ય જીવનજરૃરી ચીજવસ્તુના ભાવો પણ ખૂબ જ વધ્યા છે. લોકો બે ટંકનું પેટ ભરીને ભોજન લેતા નથી ત્યારે લોકોને દંડના નામે લૂંટવાનું બંધ કરવું જોઈએ.

close
Ank Bandh 29 March
close
PPE Kit