ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની લોન યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ

દેવભૂમિ દ્વારકા તા.૧૬ઃ ગુજરાત સફાઈ કામદાર નિગમ હસ્તકની લોન યોજનાઓ જેવી કે, મહિલા સમૃદ્ધિ યોજના, માઈક્રોક્રેડીટ ફાઈનાન્સ યોજના (સ્વ સહાય જુથ), મહિલા અધિકારીતા યોજના, વ્યકિતગત લોન યોજના, ગારબેઝ ડિસ્પોઝલ વ્હીકલ, પેસેન્જર ઓટો રિક્ષા, ડેરી યુનિટ (પશુપાલન), જીપ-ટેક્ષી યોજનાઓ માટે સફાઈ કામદારો અને આશ્રિતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી તા.૧૪-૧૦-૨૦૨૦ સુધીમાં નિગમની વેબસાઈટ ુુુ.જદ્ઘી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ખ્તેાદૃહ પર કરવાની રહેશે. ફોર્મ ભરતા સમયે પડતી મુશ્કેલીઓ માટે કચેરી સમય દરમ્યાન જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતી કલ્યાણ કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફલોર રૃમ નં.સી/જી૧૧-૧૨ લાલપુર બાયપાસ રોડ ખંભાળિયાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

close
Ank Bandh
close
PPE Kit