બાગાયત વિભાગની યોજનાની અરજી અંગે તાકીદ

ખંભાળિયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકાના ખેડૂતો કે જેઓએ ચાલુ વર્ષ ર૦ર૦-ર૧ માટે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરેલ હોય તેવા ખેડૂતોએ જરૃરી સાધનિક કાગળો સાથેની અરજી તા. ૧૦-૭-ર૦ર૦ સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન ખંભાળિયા, (ફોન નં. ૦ર૮૩૩-ર૩પ૯૯પ) માં પહોંચાડવા નાયબ બાગાયત નિયામક દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. કોવિડ-૧૯ અન્વયે સહાય ચૂકવણીની કામગીરીમાં અસર ન પડે તે માટે વહેલી તકે અરજી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit