| | |

ખંભાળીયાના વાડીનાર પાસેથી હાપાના પાંચ શખ્સની અટકાયત

જામનગર તા. ૨૩ઃ ખંભાળીયાના વાડીનાર પાસેથી ગઈકાલે પોલીસે જામનગરના હાપામાં રહેતા પાંચ શખ્સોને જરૃરી કારણ વગર દ્વારકા જિલ્લામાં પ્રવેશતા પકડી પાડ્યા હતાં જ્યારે જુદા જુદા ગામોમાંથી જાહેરનામાનો ભંગ કરી રખડતા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉનમાં મહદ્અંશે મુક્તિ આપવામાં આવી છે તેમ છતાં કેટલાક વ્યક્તિઓ જાહેરનામાનો ભંગ કરતા હોય પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં ગઈકાલે ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામ પાસેથી પસાર થતી જીજે-૧૦-એક્સ-૩૮૪૩ નંબરની બોલેરો કેમ્પર જીપને રોકવામાં આવી હતી.

તે જીપમાં જઈ રહેલા જામનગર નજીકના હાપાના ઈરફાન અબ્બાસ ખીરા, સોલવમ બાલુ મદ્રાસી, મનીકંડન રાજેશ મદ્રાસી, મનીવેલ દેવરાજ મદ્રાસી તથા અજય શંકર મદ્રાસી નામના શખ્સો કોઈ જરૃરી કારણ વગર આવ્યા હોવાનું ખુલતા તમામ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

તે ઉપરાંત ખંભાળીયામાં રમેશ કાનાભાઈ ચોપડા સહિતના ચાર, સલાયામાં છ, દ્વારકા શહેરમાંથી બે અને ઓખા, કલ્યાણપુર, મીઠાપુર વિગેરે ગામોમાંથી પણ પોલીસે કારણવગર રખડતા શખ્સોની અટકાયત કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit