નગરમાં કોરોના બેકાબૂઃ ગઈકાલે નવા ૧ર૩ કેસઃ ર૪ કલાકમાં ૧રના મૃત્યુ

દરરોજ સોથી સવાસો પોઝિટિવ કેસ ઉપરાંત મૃત્યુદર વધતા લોકોમાં ચિંતાનું મોજું

જામનગર તા. ૧૬ઃ જામનગરને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. દરરોજ ૧૦૦ થી ૧રપ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, તો મૃત્યુ દર પણ ઊંચો જળવાતા લોકો ચિંતિત બન્યા છે. ગઈકાલે ૧ર૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. છેલ્લા ર૪ કલાકમાં ૧ર દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના વાઈરસ કબૂમાં આવતો નથી અને તેનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. ગઈકાલે જિલ્લા ૧ર૩ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં જેમાં શહેરી વિસ્તારના ૧૦ર અને ગ્રામ્ય વિસ્તારના ર૧ નો સમાવેશ થાય છે. જ્યારે ૧રપ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારના ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારના રપ દર્દીનો સમાવેશ થાય છે. તો છેલ્લા ર૪ કલાકમાં ૧ર દર્દીઓના કોરોનાની સારવારમાં મૃત્યુ થયા હતાં, જો કે સત્તાવાર રીતે એક દર્દીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લાના હાલ ર૪૧ એક્ટિવ કેસ છે જેમાં શહેરી વિસ્તારના ૧૮૮ અને ગ્રામ્ય વિસ્તારના પ૩ દર્દીનો સમાવેશ થાય છે. આમ જામનગર જિલ્લો હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી હોટસ્પોટ બન્યો છે, તો બીજી તરફ તંત્ર પણ ચિંતામાં છે. વ્યાપક કોશિશ પછી પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતું નથી અને દરરોજ કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. દરમિયાન સતત છ માસથી કોરોના વોર્ડમાં દર્દીઓની સેવામાં વ્યસ્ત એવા જી.જી. હોસ્પિટલના ડો. એસ.એસ. ચેટર્જીને બે દિવસનો આરામ આપવામાં આવ્યો છે. તેઓ પરત આવ્યા પછી ડો. ગૌસ્વામીને બે દિવસ આરામ આપવામાં આવશે. કારણ કે તેઓ સતત લગભગ છ માસથી કોરોના વોર્ડમાં સેવા આપી રહ્યા છે.

તો જામનગરની સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા કોરોના સંક્રમિત બન્યા હતાં. આથી તેમની સમર્પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. કોરોના સમયગાળામાં વસ્તાભાઈ કેશવાલાએ લાખો કિલો ઘઉંનું મફત વિતરણ કર્યું હતું અનતે ગરીબોના પેટની આગ ઠારવાનો ઉત્તમ પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તાજેતરમાં જ તેમણે નાઘેડી ગામ નજીક સ્મશાન બનાવવાની જાહેરાત પણ કરી હતી અને હાલ તેનું કામ ચાલી રહ્યું છે. જ્યાં મફત લાકડાની પણ સેવા મળશે.

જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા હંસાબેન નીનામાનું ગઈકાલે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા હંસાબેન કોરોના વોર્ડમાં ફરજ બજાવતા સમયે કોઈ દર્દી મારફત સંક્રમિત બન્યા હશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પછી તેમનું ગઈકાલે સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit