ગુજરાત એટીએસના દરોડામાં પ૦ થી વધુ ઘાતક હથિયારો ઝડપાયાઃ ૮ થી ૧૦ લોકોની ધરપકડ

રાજ્યને રક્તરંજિત કરવાનું ષડ્યંત્ર?

જામનગર તા. ૩૦ઃ ગુજરાત એટીએસએ કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પાડેલા દરોડામાં અઢીથી ત્રણ કરોડની કિંમત ધરાવતા પ૦ થી વધુ ઘાતક હથિયારો સાથે ૮ થી ૧૦ લોકોની ધરપકડ કરી છે. આ હથિયારોથી શું ગુજરાતને રક્તરંજીત કરવાનું ષડ્યંત્ર હતું કે કેમ? સહિતની વિવિધ બાબતોને જાણવા એટીએસએ વધુ કામગીરી હાથ ધરી છે.

ગુજરાત એટીએસએ કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં એટીએસને મોટી સફળતા મળી છે. આ દરોડા દરમિયાન એટીએસએ પ૦ થી વધુ ઘાતક હથિયારો ઝડપી ોલીધા હતાં. એટીએસ એ આ દરમિયાન ૮ થી ૧૦ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આ હથિયારોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અઢીથી ત્રણ કરોડ રૃપિયા આંકવામાં આવી રહી છે.

આ હથિયારો નેપાળથી લાવવામાં આવ્યા હતાં તથા તેને નાની ગેંગમાં વહેંચવાના હતાં. જેથી ગેંગવોર કે અન્ય સમયે કામ લાગી શકે. આ સમગ્ર બાબતે ગુજરાત એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અષાઢી બીજ પહેલા પણ પડાયેલા દરોડામાં રાજ્યના વિવિધ ભાગોમાંથી પ૦ થી વધુ હથિયારો ઝડપાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit