Advertisement

ગુલાબનગરમાં રહેતા યુવાને સાથે રહેતી પ્રેમિકા સાથે બોલાચાલી બાદ જલદ પ્રવાહી પી લીધું

જામનગર તા. ૨૫ઃ જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવાને મંગળવારે એસીડ જેવુ પ્રવાહી પી લીધું હતું. તેની સાથે રહેતા મહિલાએ આ યુવાનને સારવારમાં ખસેડયા છે. જી. જી. હોસ્પિટલમાં પોલીસે તે મહિલાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી ૫ીપળીયાવાડી પાસે રહેતા પ્રવીણભાઈ જશાભાઈ ચૌહાણ નામના પાંત્રીસ વર્ષના ખવાસ યુવાને મંગળવારે પોતાના ઘરે એસિડ જેવું કોઈ પ્રવાહી પી લીધું હતું. આ યુવાનને ઉલટીઓ થવા લાગતા તેમની સાથે રહેતા અંજલીબેને નણંદ નયનાબેન, જેઠ ધર્મેશભાઈને જાણ કર્યા પછી ૧૦૮ને કોલ કર્યો હતો.

આ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી જી. જી. હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ મગનભાઈ ચનિયારા દોડી આવ્યા હતા. તેઓએ અંજલીબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ અંજલીબેન (ઉ.વ.૩૧) મૂળ વડોદરાના છે. તેઓને પ્રથમ લગ્નથી પુત્રી જન્મી હતી અને તે પછી છુટાછેડા થયા હતા અને જામનગરના પ્રવીણભાઈ સાથે પ્રેમસંબંધ બંધાતા છેલ્લા દોઢ વર્ષથી તેણી પોતાની પુત્રી સાથે જામનગર આવી પ્રવીણભાઈ સાથે રહે છે.

તે દરમ્યાન મંગળવારે બપોરે પ્રવીણભાઈને જમ્યા પછી પેટમાં દુખ્યુ હતુ અને તેઓએ દુકાને જવાનું કહયું હતું ત્યારે અંજલીબેને સ્કુટર ઘરે રાખતા જવાનું કહેતા બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે પછી પ્રવીણભાઈએ પ્રવાહી પી લીધું હતું. પોલીસે ઉપરોકત નિવેદનનો નોંધ કરી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit