Advertisement

જામનગરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ

જામનગર તા. ર૧ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૩ ના સવારે ૯-૩૦ થી ૧૧ શિવમ્ પેટ્રોલ પંપ, શરૃ સેક્શન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં આવનારે માસ્ક, સેનેટાઈઝીંગ તથા સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમનું પાલન કરવાનું રહેશે. વધુ વિગત માટે ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવદી મો. ૯૯૯૮૦ ૯પર૧૦ નો સંપર્ક કરવો.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit