જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં આજથી ઈન્ટરનેટ સેવાઓ બહાલ

શ્રીનગર તા. ૧પઃ જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં આજથી રજી ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને હોટલ-હોસ્પિટલ જેવી સેવાઓ માટે બ્રોડબેન્ડ શરૃ કરી દેવાયા છે. સુપ્રિમ કોર્ટના આદેશ પછી સરકારે એક સપ્તાહ માટે આ છૂટ આપી છે.

જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાને શરૃ કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં ઈ-બેંકીંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપેડ મોબાઈલ પર રજી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મંજુરી આપવામાં આવી છે. આ આદેશ ૧પ જાન્યુઆરીથી ૭ દિવસ સુધી લાગુ રહેશે.

આ ઉપરાંત હોટેલ, પ્રવાસના સ્થળો અને હોસ્પિટલ સહિત જરૃરી સેવા પૂરી પાડનાર સંસ્થાઓમાં બ્રોડબેન્ડ સુવિધા શરૃ કરાશે. વહીવટી તંત્ર દ્વારા આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે સુપ્રિમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધની સમીક્ષા કરવાનું કહ્યું હતું.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જરૃરી સેવા પૂરી પાડનાર બધી સંસ્થાઓ, હોસ્પિટલ, બેન્ક, સરકારી ઓફિસમાં બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવામાં આવશે. આમાં સોશિયલ મીડિયાને બહાર રાખવામાં આવ્યું છે. કાશ્મીરમાં ૪૦૦ ઈન્ટરનેટ કિયોસ્ક લગાવવાની અનુમતિ અપાઈ છે.

close
Ank Bandh
close
PPE Kit