| | |

ખંભાળિયા-પોરબંદર માર્ગ પર અનરાધાર ૪ ઈંચ વરસાદ

ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળીયા-પોરબંદર માર્ગ પરના પંથકમાં આજે સવારે ૧૧ વાગ્યાથી અનરાધાર વરસાદ તૂટી પડ્યો છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલ છે.

ખંભાળિયા-પોરબંદર માર્ગ પંથકમાં સવારે ૧૧ વાગ્યાથી ચાલુ થયેલા વરસાદમાં ખંભાળિયા તાલુકાના ખીરસરા, ધતુરિયા, લાલપરડા, દુધિયા, ડાંગરવડ વગેરે ગામોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે.

ખંભાળિયા તાલુકા પાસે પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાણી પોરબંદર માર્ગ પર ફરી વળ્યા છે.

ખંભાળીયા-પોરબંદર માર્ગ આસપાસના પંથકમાં ભારે વરસાદના કારણે ચોમેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલારમાં આમ તો ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ગત્ મોડી રાત્રે જામજોધપુર પંથકમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો અને આજે સવારે પણ જામજોધપુરમાં ૧૮ મી.મી. વરસાદ પડ્યો હતો.

જ્યારે કેટલાક ગામડાઓમાં ઝાપટાં વરસ્યા હતાં. જામનગર જિલ્લામાં સતત વરસેલા સારા વરસાદ પછી ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. જામનગર જિલ્લામાં ફકત જોડિયા પંથકમાં ગઈકાલે સવારે ૩ મી.મી.નું હળવું ઝાપટું વરસ્યું હતું, પરંતુ ગત્ રાત્રે ૧ર વાગ્યા પછી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં જામજોધપુરમાં ૩૭ મી.મી. એટલે કે દોઢ ઈંચ વરસાદ થયો હતો જ્યારે આજે સવારે પણ વધુ ૧૮ મી.મી. વરસાદ થતાં જામજોધપુરમાં કુલ પપ મી.મી. એટલે કે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો. તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં જામવણંથલીમાં ૧૦, અલિયાબાડામાં ર૦ મી.મી., મોટા વડાળામાં ર૦ મી.મી., સમાણામાં ૩ર મી.મી. વાંસજાળિયામાં ૧૬ મી.મી. વરસાદ થયો હતો, જો કે વાતાવરણમાં હજુ સંપૂર્ણ ઉઘાડ-તડકો જોવા મળ્યો નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit