કામધંધો ન કરી શકાતા ઘરખર્ચના ટેન્શનમાં આવી જઈ યુવાને ઓઢી લીધી અગનપછેડી

જામનગર તા. ૧૩ઃ જામનગરના એક યુવાન શારીરિક અક્ષમતાના કારણે કામધંધો કરી શકતા ન હોય અને ઘર ખર્ચ નીકળતો ન હોય તેના ટેન્શનમાં આ યુવાને અગનપછેડી ઓઢી મોત માંગી લીધું છે

જામનગરના વેલનાથ નગર-૧માં આવેલા કોળીના દંગામાં રહેતા દિનેશભાઈ રામજીભાઈ પરમાર નામના ૩૬ વર્ષના કોળી યુવાને શનિવારે રાત્રે પોતાના રહેણાકના સ્થળે શરીર પર કેરોસીન જેવું કોઈ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દેતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ડો. એ.એલ. પાઠકે પોલીસને જાણ કરી છે.

આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા હાથ ધરાયેલી તપાસમાં ખુલ્યા મુજબ દિનેશભાઈને થોડા મહિનાઓ પહેલાં જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જેના કારણે સતત થતા દુખાવાને કારણે એકાદ વર્ષથી દિનેશભાઈ કામધંધો કરી શકતા ન હતાં અને તેના કારણે ઘરખર્ચ ઉપાડી શકાતો ન હતો. તેના વધતા જતા ટેન્શનના કારણે દિનેશભાઈએ આત્મહત્યાનું પગલું ભર્યું છે.

close
Ank Bandh
close
PPE Kit