Advertisement

જામનગરના લાખોટા નેચર ક્લબના હોદ્દેદારો ચૂંટાયા

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં પર્યાવરણ, જીવદયા અને સર્પ પકડવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા લાખોટા નેચર ક્લબ જામનગરના આગામી ત્રણ વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી વાર્ષિક સાધારણ સભામાં હાથ ધરવામાં આવી હતી તેમાં સંસ્થાના સભ્યોએ લોકશાહી ઢબે મતદાન કરતા નવ હોદ્દેદારો બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતાં.

સ્કૂલમાં યોજવામાં આવી હતી જેમાં સંસ્થાના બંધારણ મુજબ આગામી ત્રણ વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી તરીકે સંસ્થાના સિનિયર સદસ્ય ધર્મેશ જેઠવા તેમજ નિલેશભઈ ગોહિલની નિમણૂક કરાઈ હતી. હાજર સભ્યોમાં મતદાન હાથ ધરવામાં આવતા કમલેશ રાવત (ઓગણપચાસ મત), સુરેશ જોષી (ઓગણચાલીસ મત), મયુર નાખવા (આડત્રીસ મત), જગત રાવલ (છત્રીસ મત), ભાવિક પારેખ (ચોત્રીસ મત), શબ્બીર વીજળીવાલા (ચોત્રીસ મત), મયંક સોની (બત્રીસ મત), વૈભવ ચુડાસમા (ત્રીસ મત), જય ભયાણી (ઓગણત્રીસ મત) વિજેતા જાહેર થયા હતાં, જ્યારે પૃથ્વી વ્યાસ (અઠ્ઠ્યાવીસ મત), જિગ્નેશ નાકર (સત્યાવીસ મત), સંદીપ વ્યાસ (ચોવીસ મત), મિલન કંટારિયા (અઢાર મત), વિશ્વાસ ઠક્કર (સાત મત), મનિષ ત્રિવેદી (સાત મત) અને અંકુર ગોહિલને (છ મત) મળ્યા હતાં.

વિજેતા કારોબારી સભ્યોએ લાખોટા નેચર ક્લબના આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે પ્રમુખ પદે જગત રાવલ, ઉપપ્રમખ પદે સૂરજ જોષી, કમલેશ રાવત, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી અને સહમંત્રી પદે મયુર નાખવાની વરણી કરી હતી. તમામ હોદ્દેદારોને સંસ્થાના સ્થાપક સુરેશભાઈ ભટ્ટ તુમજ યોગેશભાઈ વ્યાસ, અજયસિંહ, એમ.યુ. ઝવેરી સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit