| | |

કલ્યાણપુરના ખીરસરામાં ઝડપાયું જુગારધામ

જામનગર તા. ૯ઃ કલ્યાણપુરના ખીરસરામાં ગઈકાલે દ્વારકા એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે. આ સ્થળે મકાનમાલિકને નાલ આપી જુગાર રમાતો હતો. સ્થળ પરથી રોકડ સહિત રૃા. સવા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

કલ્યાણપુર તાલુકાના તાલુકાના ખીરસરા ગામમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો એકત્ર થઈ મકાનમાલિકને નાલ આપી જુગાર રમતા હોવાની બાતમી પરથી ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ખીરસરા ગામની નદીના કાંઠાવાળી સીમમાં આવેલા મુકેશ પબાભાઈ કદાવલા નામના શખ્સના મકાનમાં એલસીબીએ તલાસી લેતા ત્યાંથી મુકેશને નાલ આપી ગંજીપાના કૂટતા ભોજા દેવસીભાઈ ચૌહાણ, કરશનભાઈ મેપાભાઈ કદાવલા, દુદાભાઈ અરજણભાઈ કદાવલા, સવદાસ અરસીભાઈ કદાવલા, પુંજાભાઈ ધાનાભાઈ ચૌહાણ, જાદવ અરજણભાઈ કદાવલા નામના છ શખ્સો મળી આવ્યા હતાં. એલસીબીએ પટ્ટમાંથી રૃા. ૩૨,૧૭૦, ચાર બાઈક મળી કુલ રૃા. ૧,૩૨,૧૭૦નો મુદ્દાામાલ કબજે કર્યો છે. કાર્યવાહીમાં પીઆઈ એમ.ડી. ચંદ્રાવડીયા, પીએસઆઈ વી.એમ. ઝાલા, સ્ટાફના મસરીભાઈ, ભરતભાઈ, સહદેવસિંહ, બોઘાભાઈ, વિશ્વદીપસિંહ સાથે રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit