Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં ત્રણ કરોડ ઘુસણખોરોને બચાવવા કોંગ્રેસ મથતી હોવાનો ભાજપનો સનસનીખેજ દાવો

કોંગ્રેસનો ૫લટવાર- આટલી મોટી સંખ્યા હોય તો ગૃહમંત્રી રાજીનામું આપે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ૩ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનો દાવો કરતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ દાવા સામે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે, પૂછ્યું છે કે જો આટલા ઘૂસણખોરો હોય તો ૫ વર્ષમાં સરકારે શું કર્યું? ભાજપે વિપક્ષ પર વોટબેંક માટે ઘૂસણખોરોને બચાવવાનો આરોપ લગાવ્યો છે. તો કોંગ્રેસે પલટવાર કરતા ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી છે.

દેશમાં ૩ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દાવા બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન સામે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વળતો પ્રહાર કરતા પૂછ્યું છે કે, જો ખરેખર દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો હાજર છે, તો કેન્દ્ર સરકારે અત્યાર સુધી તેમની સામે શું પગલાં લીધાં છે.

બીજી તરફ ભાજપ અને તેના સહયોગી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ વોટબેંક સાચવવા ગેરકાયદે વસાહતીઓને બચાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) જેવી પ્રક્રિયાઓનો વિરોધ કરી રહૃાો છે.

કોંગ્રેસ નેતા ઉદિત રાજે અમિત શાહના પ્રહારો સામે વળતો પ્રહાર કરતાં કહૃાું કે, 'ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ તેમને ઘૂસણખોરો દેખાય છે. ઝારખંડની ચૂંટણીમાં, દિલ્હીની ચૂંટણીમાં અને બિહારની ચૂંટણીમાં પણ તેમણે ઘણો હોબાળો મચાવ્યો હતો. બિહારમાં જ્યારે એસઆઈઆર થયું ત્યારે ૪૦૦ થી ૫૦૦ બહારના લોકોમાંથી માંડ ૧૦૦ થી ૧૫૦ જ બહારના હતા, બાકીના તો નેપાળના હતા. છેલ્લા ૧૨.૫ થી ૧૩ વર્ષથી સરકાર કોણ ચલાવી રહૃાું છે? તેમણે શરમ અનુભવવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. જો ઘૂસણખોરો છે તો તેમને બહાર કાઢો. ૫ વર્ષ થઈ ગયા, તમને કોણ રોકી રહૃાું છે? એક લિસ્ટ બનાવો અને તમામને પાછા મોકલો. પરંતુ તેઓ દેશની જનતાને માત્ર મૂર્ખ બનાવી રહૃાા છે.'

કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે અમિત શાહના નિવેદન પર આકરા પ્રહાર કરતાં કહૃાું કે, 'તો પછી આ ઘૂસણખોરો ક્યાં છે? જો દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો હાજર હોય, તો અમિત શાહને પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અને તેમણે રાજીનામુ આપવુ જોઈએ. દેશના ગૃહમંત્રી આટલું હળવાશભર્યું અને બેજવાબદાર નિવેદન આપે તેનાથી વધુ ચિંતાજનક બાબત બીજી કઈ હોઈ શકે?'

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ નિશાન સાધતાં કહૃાું કે, 'વાસ્તવમાં અમિત શાહને દરેક ભારતીય ઘૂસણખોર દેખાય છે. તેઓ દેશના સામાન્ય નાગરિકોને ઘૂસણખોર તરીકે જુએ છે. જે પણ વ્યક્તિ ભાજપનો સભ્ય નથી તે તેમને ઘૂસણખોર લાગે છે. આ જ કારણ છે કે તેઓ આવી ભાષાનો ઉપયોગ કરી રહૃાા છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પણ અમિત શાહના દાવા સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'કદાચ ગૃહમંત્રીને એ વાતની સાચી જાણકારી નથી કે ઘૂસણખોર કોણ છે. દેશની આઝાદી માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો છે અને અસંખ્ય લોકો એવા છે જેમના પૂર્વજોને આ જ દેશની ધરતીમાં દફનાવવામાં આવ્યા છે. આવા લોકોને ઘૂસણખોર ગણાવતા પહેલા તથ્યો અને વાસ્તવિકતાને સમજવી ખૂબ જરૂરી છે.'

છત્તીસગઢના ભાજપ સાંસદ સંતોષ પાંડેએ અમિત શાહના નિવેદનનું સમર્થન કરતાં કહૃાું કે, 'અમિત શાહે હંમેશાં પોતાની વાત મક્કમતાથી મૂકી છે. તેમના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પના કારણે જ આજે પશ્ચિમ બંગાળમાં અત્યાચારો ઘટ્યા છે. ઘૂસણખોરો બાંગ્લાદેશ પરત ફર્યા છે અને જે બાકી છે તેમને પણ જવું પડશે. એસઆઈઆર પ્રક્રિયા દ્વારા મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવશે અને જેમણે ઘર બદલ્યું છે તેમના નામ નવી જગ્યાએ ઉમેરાશે. શું આ પ્રક્રિયા પહેલીવાર થઈ રહી છે? શું પહેલાં એસઆઈઆર નથી થયું? આ દેશમાં ૧૧ થી ૧૨ વખત આવી કવાયત હાથ ધરાઈ ચૂકી છે.'

શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા શાઇના એન.સી.એ વિપક્ષ પર પ્રહાર કરતાં કહૃાું કે, 'રાહુલ ગાંધી રામલીલા મેદાન તરફ દોડે છે પરંતુ સંસદમાંથી ભાગી જાય છે. અમિત શાહ તેમને સંસદમાં આવીને એસઆઈઆર પર ચર્ચા કરવાનો પડકાર આપી રહૃાા છે. રાહુલ ગાંધી લોકશાહીના મંદિરમાં ચર્ચા કરવાથી આટલા ડરે છે કેમ? મતદાર યાદીમાંથી ૩ કરોડ નામો એટલા માટે હટાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ વાસ્તવિક મતદારો નહોતા પરંતુ ઘૂસણખોરો હતા. ઇન્ડિયા ગઠબંધન વોટ બચાવો યાત્રાના નામે ઘૂસણખોર બચાવો યાત્રા ચલાવીને આવા ગેરકાયદે વસાહતીઓને બચાવવામાં માને છે.'

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરે અમિત શાહના સમર્થનમાં કહૃાું કે, 'અમિત શાહની વાત બિલકુલ સાચી છે. કોંગ્રેસ હોય કે અન્ય કોઈ વિરોધ પક્ષ, તેઓ મતદાર યાદીમાં ઘૂસણખોરોના નામ જાળવી રાખવા માંગતા હતા. તેઓ એક જ વ્યક્તિના ત્રણ-ત્રણ નામ નોંધાવીને બોગસ વોટિંગ કરાવતા હતા, એટલા માટે જ અત્યારે તેમને સૌથી વધુ ચિંતા થઈ રહી છે.'

ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કોલકાતામાં વિપક્ષ પર નિશાન સાધતાં કહૃાું કે, 'કોંગ્રેસ અને ટીએમસી મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને નકલી મતદારો કેમ રાખવા માંગે છે? ટીએમસીએ પોતાના રાજકીય ફાયદા માટે ઘૂસણખોરોને આશરો આપ્યો છે.'

બીજી તરફ, ભાજપના ઝારખંડ પ્રવક્તા પ્રતુલ શાહ દેવે અમિત શાહના નિવેદનનો બચાવ કરતા આરોપ લગાવ્યો કે ગેરકાયદે ઘૂસણખોરીના કારણે ઝારખંડ સહિતના કેટલાક વિસ્તારોની જનસંખ્યાના માળખા પર મોટી અસર પડી છે. તેમણે જણાવ્યું કે, દેશમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં થઈ હતી અને છેલ્લા કેટલાક દાયકાઓમાં વસ્તીના બંધારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ભાજપના પ્રવક્તાએ આરોપ મૂક્યો કે લાંબા સમય સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓને ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશવાની છૂટ આપી હતી. આ ઉપરાંત તેમણે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતાઓ પર પણ રાજકીય સમર્થન મેળવવા ઘૂસણખોરોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે સ્થાનિક વહીવટી તંત્રની મદદથી ગેરકાયદે વસાહતીઓએ આધાર અને મતદાર ઓળખપત્રો પણ બનાવી લીધા છે.

જનસંખ્યાના આંકડાઓ ટાંકતા ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો કે, ઝારખંડમાં સંથાલ આદિવાસી સમુદાયની વસ્તી જ્યાં ૧૯૫૧માં ૪૪ ટકા હતી, તે ૨૦૧૧માં ઘટીને ૨૮ ટકા થઈ ગઈ છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન મુસ્લિમ વસ્તી ૯ ટકાથી વધીને ૨૩ ટકા થઈ ગઈ છે. તેમણે આ ડેમોગ્રાફિક ફેરફારોને ગેરકાયદે ઘૂસણખોરીનું સીધું પરિણામ ગણાવ્યું હતું.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh