Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૭-૦૮-૨૦૨૬ ના સવારે ૧૦ કલાકે...
સોમવારના સત્રમાં ભારતીય શેરબજારમાં નબળી શરૂઆત બાદ વેચવાલીનું દબાણ વધતું જોવા મળ્યું છે. સત્રની શરૂઆતમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને દબાણ હેઠળ રહ્યા હતા અને બજાર સતત પાંચમા નબળા સત્ર તરફ આગળ વધતું જોવા મળ્યું. મુખ્ય કારણ તરીકે કાચા તેલના ભાવમાં ફરી તેજી, પશ્ચિમ એશિયામાં ચાલુ ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક બજારોમાં સાવચેતીભર્યું વલણ સામે આવ્યું છે. આજે બજારમાં માત્ર ઇન્ડેક્સ આધારિત વેચવાલી નહીં પરંતુ મોટા લાર્જકેપ શેરોમાં નફાવસૂલી અને ક્ષેત્રવાર અસમાનતા પણ જોવા મળી રહી છે. કાચા તેલના ભાવ લગભગ ૮૯-૯૦ ડોલર પ્રતિ બેરલની નજીક રહેતા આયાત ખર્ચ, રૂપિયા અને ફુગાવા અંગેની ચિંતા વધી છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાક ીય નાણાંપ્રવાહ બજારને સંપૂર્ણ રીતે નબળું પડતું અટકાવતો મહત્વપૂર્ણ આધાર બની રહ્યો છે.
સેન્સેક્સમાં શરૂઆતથી જ વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. ઊંચા કાચા તેલના ભાવ અને વૈશ્વિક જોખમ ટાળવાની ભાવનાને કારણે રોકાણકારો લાર્જકેપ શેરોમાં નવી ખરીદી કરતાં સાવચેતી રાખી રહ્યા છે. જોકે બજારની અંદર સંપૂર્ણ એકતરફી વેચવાલી જોવા મળતી નથી અને કેટલાક પસંદગીના શેરોમાં નીચલા સ્તરે ખરીદી ચાલુ રહેવાની સંભાવના છે.
નિફ્ટી ફ્યુચરમાં પણ શરૂઆતથી નબળાઈ અને વધેલી અસ્થિરતા જોવા મળી રહી છે. અગાઉના સત્રોની નબળાઈને કારણે ટૂંકા ગાળાના વેપારીઓ નવી ખરીદીમાં સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે અગાઉની પોઝિશનમાં એડજસ્ટમેન્ટ અને હેજિંગને કારણે વધઘટ વધી શકે છે. આજે વૈશ્વિક સંકેતો અને કાચા તેલની ચાલ ફ્યુચર્સ બજારમાં દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.
ભારતીય અર્થતંત્રની ઘરેલુ માંગ, સ્થાનિક રોકાણ પ્રવાહ, નિયમિત એસઆઈપી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી હજુ પણ બજાર માટે સકારાત્મક આધાર છે. ઓગસ્ટના પ્રથમ અર્ધભાગમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારતીય ઇક્વિટીમાં આશરે રૂ।. ૧૬,૬૨૧ કરોડનો નાણાંપ્રવાહ નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે, જે લાંબા ગાળાના રોકાણકારોના વિશ્વાસ માટે સકારાત્મક સંકેત છે.
પરંતુ ટૂંકા ગાળે ઊંચા કાચા તેલના ભાવ અને રૂપિયા ઉપરનું દબાણ આ સકારાત્મક પરિબળોને નબળું બનાવી રહ્યા છે. રૂપિયો આજે ડોલર સામે નબળો રહેવાની અપેક્ષા છે અને ઊંચા તેલના ભાવને કારણે આયાતકારોનું હેજિંગ પણ વધ્યું છે.
આજના બજાર માટે સૌથી મોટું વૈશ્વિક જોખમ પશ્ચિમ એશિયાની ભૂરાજકીય સ્થિતિ છે. અમેરિકા-ઈરાન સંઘર્ષમાં હજુ સ્પષ્ટ સમાધાન ન આવતાં ઊર્જા પુરવઠા અંગેની ચિંતા યથાવત્ છે. પરિણામે બ્રેન્ટ કાચું તેલ લગભગ ૮૯ ડોલર આસપાસ રહ્યું છે. એશિયન બજારોમાં પણ મિશ્રથી નબળું વલણ જોવા મળ્યું છે. આ સપ્તાહ દરમિયાન અમેરિકન ફેડની નીતિ અંગેના સંકેતો, અમેરિકાના આર્થિક આંકડા, વૈશ્વિક બોન્ડ યીલ્ડ, ચીનના આર્થિક આંકડા અને કાચા તેલની દિશા વૈશ્વિક રોકાણકારોની જોખમ લેવાની ભાવના ઉપર અસર કરી શકે છે.
આજે શરૂઆતના તબક્કામાં ઇન્ફર્મેશન ટેકનોલોજી અને કેટલાક પીએસયુ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. બજારની નબળાઈ વચ્ચે રોકાણકારો ઊંચા ભાવે રહ્યા હોવાથી બેંકિંગ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં પણ સાવચેતીભર્યું વલણ જોવા મળી રહ્યું છે. ઓવરવેલ્યુડ શેરોમાં નફાનું બુકિંગ જોવા મળ્યું છે. બીજી તરફ, ફાર્મા અને મેટલ ક્ષેત્રોમાં તુલનાત્મક રીતે મજબૂત રસ જોવા મળ્યો છે. રિયલ્ટી અને એફએમસીજી ક્ષેત્રોમાં શેર મુજબનો ટ્રેન્ડ જોવા મળી શકે છે, જ્યારે ઓટો અને ઓઇલ અને ગેસ ક્ષેત્રો ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોથી પ્રભાવિત છે. તેની અસર નોંધપાત્ર રહેશે. કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં લાંબા ગાળાની માંગને કારણે પ સંદગીયુક્ત ખરીદીની શક્યતા છે.
બજારમાં નકારાત્મક શરૂઆત હોવા છતાં કેટલાક મજબૂત આધાર હજુ યથાવત્ છે. સ્થાનિક નાણાંપ્રવાહ, ભારતીય અર્થતંત્રની મજબૂત ઘરેલુ માંગ, કોર્પોરેટ કમાણીમાં સુધારો અને ઓગસ્ટ દરમિયાન વિદેશી રોકાણકારોની પરત ફરતી ખરીદી બજાર માટે સકારાત્મક પરિબળ છે. નીચલા સ્તરે મજબૂત કંપનીઓમાં ખરીદી પરત આવે તો બજારના ઘટાડાને મર્યાદિત કરી શકે છે.
મંદીના કારણો : આજની નબળાઈનું સૌથી મોટું કારણ કાચા તેલના ભાવમાં ફરી થયેલો વધારો છે. બ્રેન્ટ કાચું તેલ લગભગ ૮૯ ડોલર સુધી પહોંચતાં ભારતના આયાત બિલ, ફુગાવો અને રૂપિયા ઉપર દબાણ વધવાની ચિંતા વધી છે. તેની સાથે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ, સતત પાંચ સત્રની નબળાઈ, લાર્જકેપ શેરોમાં નફાવસૂલી અને વૈશ્વિક રોકાણકારોની સાવચેતી બજાર ઉપર વધારાનું દબાણ ઊભું કરી રહી છે.
વિદેશી રોકાણકારોની ઓગસ્ટ દરમિયાન પરત ફરેલી ખરીદી લાંબા ગાળે સકારાત્મક સંકેત છે, પરંતુ દૈનિક ધોરણે તેમનો પ્રવાહ હજુ પણ વૈશ્વિક વ્યાજદર, ડોલર, કાચા તેલ અને ભૂરાજકીય જોખમો પ્રમાણે બદલાઈ શકે છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો નાણાંપ્રવાહ બજાર માટે મહત્વપૂર્ણ આધાર બની રહ્યો છે. તેથી આગામી સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંનેના વાસ્તવિક નાણાંપ્રવાહ ઉપર બજારની નજર રહેશે.
આજે કાચા તેલની ચાલ બજાર માટે સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી સંકેત બની છે. બ્રેન્ટ કાચું તેલ લગભગ ૮૯ ડોલર આસપાસ રહેતા ઊર્જા ખર્ચ અને આયાત બિલ અંગે ચિંતા વધી છે. સોનામાં ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સલામત રોકાણની માંગ જળવાઈ શકે છે, જ્યારે સ્ીાટ્ઠઙ્મ ક્ષેત્રમાં વૈશ્વિક ધાતુના ભાવની મજબૂતી પસંદગીયુક્ત શેરોને ટેકો આપી શકે છે.
નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ :
નિફ્ટી ફયુચર ૨૪૪૦૪ પોઈન્ટ : આગામી સંભવિત નિફ્ટી ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ તેમજ ૨૪૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સથી ટ્રેડિંગ સંદર્ભે ૨૪૩૭૩ પોઈન્ટ થી ૨૪૩૩૦ પોઈન્ટ તથા ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ મહત્વપૂર્ણ સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ૨૪૩૦૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઈએ....!!!
સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ :
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (૯૨૯) : એફએમસીજી સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૯૨૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૮૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૯૪૩ થી રૂ।.૯૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ડીએલએફ (૬૬૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૬૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૬૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ।.૬૭૬ થી રૂ।.૬૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એચડીએફસી લાઇફ (૫૪૧) : રૂ।.૫૨૩ નો પ્રથમ તેમજ રૂ।. ૫૦૮ ના બીજા સપોર્ટથી લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૫૫૮ થી રૂ।.૫૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી (૪૧૨) : ઇન્શ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ।. ૩૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૪૨૩ થી રૂ।.૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે.!! રૂ।.૪૩૫ ઉપર તેજી તરફી ધ્યાન !!
ભાવિ દિશા : આગામી સત્રોમાં ભારતીય શેરબજારનું વલણ નકારાત્મકથી અસ્થિર રહેવાની શક્યતા વધારે છે. હાલમાં બજાર માટે સૌથી મહત્વપૂર્ણ ટ્રિગર કાચા તેલના ભાવ અને પશ્ચિમ એશિયાની ભૂરાજકીય સ્થિતિ રહેશે. જો તેલના ભાવમાં સ્થિરતા આવે અને વિદેશી તથા સ્થાનિક રોકાણકારોની ખરીદી વધે તો તાજેતરના ઘટાડા બાદ પસંદગીયુક્ત શેરોમાં સુધારો જોવા મળી શકે છે.
બીજી તરફ કાચા તેલમાં વધુ વધારો, રૂપિયા ઉપર વધુ દબાણ અથવા વૈશ્વિક બજારોમાં તીવ્ર નબળાઈ આવે તો વેચવાલીનું દબાણ ચાલુ રહી શકે છે. આ સપ્તાહમાં ફેડની નીતિ સંબંધિત સંકેતો, અમેરિકન આર્થિક આંકડા, ચીનના આર્થિક આંકડા અને ભૂરાજકીય ઘટનાઓ પણ મહત્વપૂર્ણ રહેશે.
હાલના માહોલમાં બજારમાં એકતરફી તેજી કરતાં શેરવાર કામગીરી વધુ મહત્વપૂર્ણ બની શકે છે. ગુણવત્તાસભર કંપનીઓમાં તબક્કાવાર ખરીદી, ઊંચા સ્તરે નફાવસૂલી અને ઊંચી વોલેટિલિટી દરમિયાન જોખમનું યોગ્ય સંચાલન વધુ યોગ્ય વ્યૂહરચના બની શકે છે. લાંબા ગાળે ભારતીય અર્થતંત્રના મૂળભૂત પરિબળો મજબૂત રહે છે, પરંતુ ટૂંકા ગાળાની દિશા માટે હાલમાં કાચું તેલ અને વૈશ્વિક ભૂરાજકીય જોખમ સૌથી મોટા નિર્ણાયક પરિબળો છે.