રસીકરણના મામલે મોદી સરકારને લકવોઃ રાહુલ ગાંધી

ખોટી રીતે સ્થિતિ રજૂ કરવાના બદલે સત્ય સ્વીકારોઃ

નવી દિલ્હી તા. ૪ઃ મોદી સરકારની વેક્સિનેશન સંદર્ભે રાહુલ ગાંધી દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, સરકારે હવે આ વાત સ્વીકારી લેવી જોઈએ અને સ્થિતિને ખોટી રીતે રજૂ કરવા કરતા તેનો સામનો કરવાની જરૃર છે. સરકારની નીતિઓને લકવો મારી ગયો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારે કોરોનાની રસીને લઈને અપનાવેલી નીતિની ટીકા કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો વેક્સિનની અછત હોવાના કારણે રસીકરણ અભિયાનમાં વિઘ્ન આવી રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સરકારની નીતિને લકવો મારી ગયો છે. આ પોલિસી સાથે વાઈરસ પર જીત મેળવવી શક્ય નથી. સરકારે હવે આ વાત સ્વીકારી લેવી જોઈએ. સરકારે સ્થિતિને ખોટી રીતે રજૂ કરવા કરતા તેનો સામનો કરવાની જરૃર છે.

રાહુલે આ ટ્વિટની સાથે એક અખબારી અહેવાલ પણ શેર કર્યો છે. જેમાં કહેવાયું છે કે, વેક્સિનની અછતથી દેશમાં સખ્યાબંધ રસીકરણ કેન્દ્રો બંધ છે અને દરેશ ભારતીયને ટીકાકરણનો અધિકાર આપી દેવાયો હોવા છતાં હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં વેક્સિન બનાવતી બે કંપનીઓને રસી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો નથી.

આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકારે કોરોના સામે લડવા યોગ્ય પગલાં ભર્યા નથી. અગાઉ જે પણ ચેતવણીઓ અપાઈ હતી તેને નજરઅંદાજ કરી હતી. આજે કોરોના સામે લડવા માટે જરૃરી દરેક વસ્તુની દેશમાં અછત છે. દેશની રાજધાનીની હોસ્પિટલો હાઉસફૂલ છે અને લોકોને ઓક્સિજનની અછત નડી રહી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit