Advertisement

નવી ૪૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનતા વધુ જિંદગીઓ બચાવી શકાશે

હવે અંધાધૂંધી નહીં સર્જાય તેવો જાગ્યો વિશ્વાસ

જામનગર તા. ૪ઃ જામનગરની ડેન્ટલ હોસ્પિટલના સંકુલમાં ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હોવાના અહેવાલો રાહત આપનારા છે. બીજી તરફ જી.જી. હોસ્પિટલના મેદાનમાં એમ્બ્યુલન્સો અને અન્ય વાહનોમાં રહેલા દર્દીઓની કતારો ઘટી જતાં પણ હાશકારો અનુભવાયો છે. દેશ અને રાજ્યમાં ગઈકાલે કોરોનાના કેસો થોડા ઘટી ગયા હોવાના અહેવાલોએ પણ થોડી વધુ રાહત સાથે નવી આશા પણ જન્માવી છે.

રિલાયન્સ દ્વારા સરકારી સંકલનથી ૪૦૦ બેડની હોસ્પિટલ માટે ડેન્ટલ હોસ્પિટલનું સંકુલ તો લગભગ તૈયાર જ હતું અને તે પ્રકારની કેટલીક સુવિધાઓ પણ હતી. હવે તેમાં ૪૦૦ બેડ, ઓક્સિજન સપ્લાઈ, વેન્ટિલેટર્સ જેવી જરૃરી સગવડો, ફાયર સેફ્ટી, લાઈટીંગ અને ઈલેક્ટ્રીકલ તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ ખાસ કરીને તબીબો, નર્સીંગ સ્ટાફ, ટ્રેઈન એટેન્ડન્ટ્સ અને માનવબળની વ્યવસ્થાઓ લગભગ પૂરી થવામાં છે અને બે-ત્રણ દિવસમાં આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે, તેવા અહેવાલો ખરેખર રાહત આપનારા છે. એવું પણ ચર્ચાય છે કે આ નવી સુવિધાનું ઉદ્ઘાટન કદાચ સીએમ રૃપાણી કરશે.

જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે કે જામનગરમાં દ્વારકા, ખંભાળિયા ઉપરાંત પોરબંદર-રાજકોટ અને મોરબી તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી પણ ઈમરજન્સી કેસો આવતા હોય છે, જો કે મોરબી અને ખંભાળિયાની પ્રવર્તમાન વ્યવસ્થાઓમાં સુધારા-વધારા થતા હવે જામનગર, પરનું ભારણ ઘટશે, પરંતુ રિલાયન્સ દ્વારા હોસ્પિટલ શરૃ થતાં કદાચ હજુ પણ આ તમામ સ્થળેથી દર્દીઓનો પ્રવાહ વધે કે ઈમરજન્સી કેસો જામનગર તરફ રિફર થવા લાગે, તો તેને પહોંચી વળવા જી.જી. હોસ્પિટલ અને રિલાયન્સની કોવિડ હોસ્પિટલોએ આગોતરી તૈયારી રાખવી પડશે, જો કે, કોર્પોરેટ ક્ષેત્રની કોઈપણ સુવિધા પૂરેપૂરા આયોજન અને તૈયારી ઉપરાંત પૂર્વ આયોજનો સાથે જ અમલી બનતી હોય છે, તેથી કાંઈપણ અંધાધુંધી જેવું કાંઈ નહીં બને તેવી વિશ્વસનિયતા પણ લોકમાનસમાં હોય છે. કારણ કે કોર્પોરેટ જગતની માનસિક્તા કોઈ ચાલુ સુવિધા કે વ્યવસ્થા પર પોતાનું પાટિયું લટકાવીને જશ મેળવી લેવાની ન હોઈ શકે. તેની પોતાની શાખની કિંમત પણ તેઓ સમજતા હોય છે. સાવ સરકાર જેવું હોતું નથી.

રિલાયન્સે આ ૪૦૦ બેડ ઉપરાંત બીજી ૬૦૦ બેડની હોસ્પિટલ શરૃ કરવાની જાહેરાત પણ કરી છે. આ બન્ને સુવિધાઓ માત્ર બે-ત્રણ મહિના માટે જ નહીં, પરંતુ કમ-સે-કમ એક-દોઢ વર્ષના પૂર્વ આયોજન સાથે ઊભી કરવી જોઈએ, કારણ કે વૈજ્ઞાનિકો-નિષ્ણાતોએ એવું જાહેર કર્યું છે કે, ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવી શકે છે. અત્યારથી એ પણ કહી શકાય તેમ નથી કે ચોથી લહેર નહીં જ આવે. તદુપરાંત ૧૩૦ કરોડના દેશમાં વેક્સિનેશન સંપન્ન થતાં પણ લાંબો ગાળો વીતી જશે. આથી રિલાયન્સની ૧૦૦ બેડની વ્યવસ્થા પણ ત્યાં સુધી કાર્યરત રહે તે ઈચ્છનિય છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit