Advertisement

કાનાલુસમાંથી ૫ાંચ વર્ષ પહેલા ગુમ થયેલો યુવાન પડાણાથી સાંપડયો

જામનગર તા. ૨૪ઃ લાલપુરના કાનાલુસ ગામના એક યુવાન પાંચ વર્ષ પહેલાં પોતાના ઘરેથી ગુમ થયા પછી ગઈકાલે પડાણા પાટીયા નજીકથી એસઓજીને મળી આવ્યા છે. આર્થિક સંકળામણથી કંંટાળી આ યુવાન પોતાના ઘરેથી મુંબઈ અને ત્યાંથી ગોવા ચાલ્યો ગયો હોવાનું જણાવ્યું છે.

લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામના ચુડાસમા પરિવારના લાલુભા મહાવીરસિંહ વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિનામાં ગુમ થઈ ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે જે તે વખતે આ યુવાનનું વર્ણન-ફોટો વગેરે મેળવી તપાસ હાથ ધરી હતી.

ઉપરોકત ગુમસુદા વ્યક્તિ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટીયા પાસે આવ્યો હોવાની બાતમી જામનગર એસઓજીના ચંદ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, ઘનશ્યામ ડેરવાળીયાને મળતાં ત્યાં ધસી ગયેલા એસઓજી સ્ટાફે લાલુભા ચુડાસમાને અટકાયતમાં લીધા હતા.

આ યુવાન આર્થિક સંકળામણના કારણે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળ્યા પછી મુંબઈ અને ત્યાંથી ગોવા પહોંચી ગયો હતો. આ યુવાનને આગળની કાર્યવાહી માટે મેઘપર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit