Advertisement

કોર્ટમાં થયેલી દલીલોના મીડિયા રિપોર્ટીંગ ઉપર પ્રતિબંધ લગાવી શકાય નહીં: સુપ્રિમ કોર્ટ

જામનગર તા. ૩ઃ કોરોના સંક્રમણ દરમિયાન ચૂંટણી સભાઓમાં તૂટેલી ગાઈડલાઈન્સને લઈને મદ્રાસ હાઈકોર્ટે ઈલેકશન કમીશનની ઝાટકણી કાઢી હતી. આ સિવાય અધિકારીઓ પર મર્ડર ચાર્જ મૂકવા સહિતની ટિપ્પણી કરી હતી. તેની વિરૃદ્ધ ઈલેકશન કમીશને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી. તેની પર સોમવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

સુપ્રિમ કોર્ટમાં ઈલેકશન કમિશને કહ્યું કે, કોર્ટમાં કોઈપણ પ્રકારની દલીલ થાય છે, તેનો મીડિયાએ રિપોર્ટ ન કરવો જોઈએ. માત્ર કોર્ટની ટિપ્પણીના આધારે કોઈ કેસ ન નોંધાવો જોઈએ.

જસ્ટીસ ડી.વાઈ. ચંદ્રચૂડની આગેવાનીવાળી બેન્ચે આ મામલાને સંભાળ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે મીડિયાને કોઈપણ રિપોર્ટ કરવાથી રોકી શકતા નથી, કોર્ટનો આદેશ જેટલો મહત્ત્વનો છે એટલી જ મહત્ત્વની દલીલો પણ છે.

કોર્ટે કહ્યું કે મીડિયા સુનાવણી પર નજર રાખે છે. કોર્ટે સખ્ત ટિપ્પણીઓની સાથે જ ઈલેકશન કમીશનની માંગને તાત્કાલિક ધોરણે ફગાવી દીધી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અમે હાઈકોર્ટનું મનોબળ નબળુ પાડવા માંગતા નથી, તે લોકશાહીનો મહત્ત્વનો ભાગ છે.

ઈલેકશન કમિશને કોર્ટને કહ્યું કે, એક બંધારણીય સંસ્થા પર મર્ડરનો આરોપ લગાવવામાં આવે તે કઈ રીતે યોગ્ય છે. આ મામલે કોર્ટે કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે હાઈકોર્ટના જ્જ કે ચીફ જસ્ટીસ પોતાની વાત રજૂ કરી શકે. સાથે જ કોર્ટની દરેક દલીલને મીડિયા રિપોર્ટ કરી શકે.

સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, એવું માની લેવું કે ઈલેકશન કમીશન પર કોર્ટનો રિવ્યુ ન થઈ શકે તે વાત ખોટી છે. આ સિવાય કોર્ટ કોઈ પણ જ્જ પર એવો પ્રતિબંધ ન મૂકી શકે કે તે શું કહેશે.

કોર્ટમાં ઈલેકશન કમિશને કહ્યું કે, રેલીમાં તમામ લોકો માસ્ક પહેરીને આવ્યા છે એ વાતને અમે કઈ રીતે નક્કી કરીએ. હાઈકોર્ટની ટિપ્પણી પછી ઈલેકશન કમિશન પ્રત્યે ખરાબ અભિગમ બંધાયો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ઈતિહાસ માત્ર લખેલા આદેશને જ યાદ રાખે છે. કોર્ટે કહ્યું કે કોર્ટ કોઈ પણ સંસ્થાને નબળી કરવા માંગતી નથી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit