Advertisement

બકરીઈદની સાદગીપૂર્વક ઉજવણી કરવા સલીમબાપુ નાનીવાલાનો અનુરોધ

જામનગર તા. ૨૦ઃ આવતીકાલ તા. ૨૧-૦૭-૨૧ના ઈદે-ઉલ-અઝહા (બકરીઈદ) નો મુબારક દિવસ છે. ઈદની નમાઝ માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરી ઈદની નમાઝ અદા કરીએ. છેલ્લા ૧૬ માસથી કોરોના મહામારી અને સંક્રમણથી બચવા માટે ઈદગાહ ઉપર નમાઝ માટે મંજુરી ન હોવાના કારણે મસ્જીદમાં ઈમામ સાથે સરકારી મંજુરી મુજબ મર્યાદીત વ્યક્તિઓ ઈદની નમાઝ અદા કરે, બાકી લોકો પોતાના ઘરોમાં અદા કરે.  પરિવાર સલામત તો શહેર સલામત ઈદ-ઉલ-અઝહા મુબારક દિવસે નમાઝમાં ખાસ દુઆ કરવા ગુજારીસ છે. અલ્લાહ પાક કોરોના, ડેલ્ટા પ્લસ, મ્યુકરમાયકોસિસ અને અન્ય રોગોને-આફતોને નાબુદ કરે, ભાઈચારો સલામત રહે, દેશ સુરક્ષિત રહે આપણે સૌ સુરક્ષિત રહીએ તેમ કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાળાએ અનુરોધ કરેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit