| | |

શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

જામનગર તા. ૧૦ઃ જામનગર આર્યસમાજ દ્વારા સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આર્યસમાજ જામનગરના પ્રમુખ અને આ સમારોહના અધ્યક્ષ દિપકભાઈ ઠક્કર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તથા તેમણે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં આઝાદીનો અર્થ, આઝાદીની લડાઈમાં આર્યસમાજ દ્વારા અપાયેલ યોગદાન અંગે માહિતી આપી હતી. આ સમારોહમાં આર્યસમાજના માનદ્મંત્રી મહેશભાઈ રામાણી, ઉપપ્રમુખ કીર્તિબેન ભટ્ટ, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ દિપકભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો નરેન્દ્રભાઈ મહેતા, જગદીશભાઈ મકવાણા, ભરતભાઈ આશાવર, ધીરૃભાઈ નાંઢા, અરવિંદભાઈ મહેતા, સત્યદેવભાઈ વાલેરા, પ્રભુલાલભાઈ મહેતા, નિમુબેન રામાણી, સતપાલજી આર્ય, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડિયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સ્વાતિબેન જોષી, શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વક્તવ્ય ગીત અને સમૂહગીત રજૂ કરવામાં આવ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમને આર્યસમાજ જામનગર દ્વારા રૃા. રપ૦૦ અને આર્યસમાજ જામનગરના માનદ્મંત્રી મહેશભાઈ રામાણી દ્વારા રૃા. રપ૦૦ નું પારીતોષિક આપવામાં આવ્યું હતું.

આર્યસમાજ જામનગરના માનદ્મંત્રી મહેશભાઈ રામાણીના માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય પ્રફુલ્લાબેન રૃપડિયા, પ્રાથમિક વિભાગના આચાર્ય સ્વાતિબેન જોષી, ધર્મિષ્ઠાબા ગોહિલ, જયશ્રીબેન જાની, યોગિતાબેન ભટ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit