દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ-૩ના તમામ કર્મચારીઓની હડતાલ ચાલુ

ખંભાળીયા તા. ૧૩ઃ ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ વર્ગ-૩ દ્વારા ગઈકાલથી સમગ્ર રાજ્યમાં હડતાલનો કાર્યક્રમ જાહેર કરાયેલો જેમાં ગઈકાલથી જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૫૦ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. જેઓ આજે બીજા દિવસે પણ સજ્જડ રીતે હડતાલમાં જોડાયા છે.

ગઈકાલે જિલ્લા આરોગ્યકર્મી મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ, કન્વીનર પ્રવિણભાઈ કણઝારીયા તથા મહામંત્રી રાકેશભાઈ કરમૂરે જિલ્લાના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

બે બે વખત રાજ્ય સરકારે ખાતરી આપી હોવા છતાં પણ પડતર પ્રશ્નોનું તબક્કાવાર નિરાકરણ કરવામાં આવ્યું ન હોય તથા આરોગ્ય તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના હોય આ બાબતે નોંધ લેવા જણાવ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit