Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેલાના ખેડૂત અને નિવૃત્ત અધિકારી દ્વારા
જામનગર તા. રઃ જામનગર તાલુકા તથા જિલ્લામાં હાલ પૂરતો વરસાદ ન થતાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોના પાકને બચાવવા માટે ચંગા જળાશયમાંથી નદીમાં તાત્કાલિક પાણી છોડવામા આવે તેવી માંગ ઉઠી છે.
ચેલા ગામના ખેડૂત તથા નિવૃત્ત ચીફ એન્જિનિયર (વિજિલન્સ), જીયુવીએનએલ-વડોદરા અને નિવૃત્ત ચીફ એન્જિનિયર (પ્રોજેક્ટ), પીજીવીસીએલ-રાજેન્દ્રસિંગ ડોગરાએ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી છે. સંબંધિત સત્તાધિકારીઓ તથા સિંચાઈ વિભાગને તાત્કાલિક સૂચના આપી ચંગા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે.
તેમણે જણાવ્યું કે, જામનગર તાલુકા તથા જિલ્લાના અનેક ખેડૂતો વરસાદના અભાવે મુશ્કેલીમાં મૂકાયા છે. જો સમયસર નદીમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોના પાકને બચાવી શકાય તેમ છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ બાબતે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી લાખો જનતા તથા ખેડૂતો જે ચંગા, દરેડના અનેક ખેડૂતોનો પાક બચી જશે, અને ખેડૂતને રાહત મળશે. આ પાણી નહેરથી દરેડ માતાજીના મંદિરથી લાખોટા તળાવમાં જશે એટલે જામનગર શહેરને પણ રાહત થશે અને તળાવમાં રહેતા જીવ જંતુને નવું જીવન મળશે, તેવી રજૂઆત કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial