Advertisement

છાતીમાં દુખાવો ઉપડયા પછી યુવાનનું થયું મૃત્યુ

જામનગર તા. ૨૯ઃ જામનગરના પવનચકકી નજીકના આર્મી એરિયા પાસેથી ગઈકાલે સવારે જઈ રહેલા એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા પછી તેઓનું મૃત્યુ થયું છે.

જામનગરના ખોજા નાકા ૫ાસે આવેલી બાઈની વાડી નજીક વસવાટ કરતાં લાલજીભાઈ વાલજીભાઈ સોલંકી નામના એકતાળીસ વર્ષના યુવાન ગઈકાલે સવારે ૫વનચકકી રોડ પર આવેલા આર્મી એરિયા પાસેથી જતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો હતો.

આ યુવાનને આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં પરંતુ લાલજીભાઈને બચાવી શકાયા નથી. તેઓનું મૃત્યુ નિપજયાનું મોટાભાઈ જગદીશભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. ફોજદાર આર. કે. ગુસાઈએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit