ઓનલાઈન શિક્ષણ એક ડિંડકઃ અભ્યાસના નામે ફી લેવાનો કારસો

હાઈકોર્ટે ફી માફીના પરિપત્ર રદ કર્યો છે, અને હવે સરકાર, શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલનની વાતો ચાલી રહી છે, ત્યારે ઓનલાઈન શિક્ષણ અંગે વાલીઓના વિવિધ પ્રતિભાવો મળી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ ધોરણ ૧ થી પ માં માત્ર થોડી મિનિટો માટે જ આપવામાં આવે છે, અને શાળાઓ મસમોટી ફી ઉઘરાવી લેતી હોય છે. આવી જ સ્થિતિ અન્ય ધોરણો માટે પણ છે. આ અંગે વાલીઓએ સંગઠીત રીતે સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆતો કરવી જોઈએ, અને સરકારે કઈ શાળા, કેટલું શિક્ષણ ઓનલાઈન આપે છે, તે અંગે ડેટા મેળવીને માત્ર થોડી મિનિટો માટે ઓનલાઈન શિક્ષણ આપીને છેતરપિંડી કરી રહી હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ, તેવી માંગણી વાલીઓમાં ઊઠી રહી છે.

જામનગર સહિત હાલારમાંથી મળી રહેલ પ્રતિભાવો જોતા વાલીઓ સાથે સરકાર અન્યાય કરી રહી હોવાની લાગણી પણ ઊભી થઈ રહી છે.

વાલીઓ ઓનલાઈન શિક્ષણને માત્ર ડિંડક સમજી રહી છે અને સેટીંગ કરીને મસમોટી ફી ઉઘરાવવાનો કારસો ઘડાયો હોવાની આશંકાઓ ઊઠી રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit