| | |

જુલાઈમાં લેવાનાર જેઈઈ-નીટ પરીક્ષા માટે નવા કેન્દ્રો ફાળવવા કરાતી માંગણી

ખંભાળિયા તા. ર૩ઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના કોરોબારી સદસ્યે મુખ્યમંત્રી-શિક્ષણમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ જેઈઈ-નીટની પરીક્ષાઓ માટે નવા કેન્દ્રો ફાળવવાની માંગણી કરી છે.

ગુજરાત રાજ્યમાં અને ઉ.મા.શિ. બોર્ડના કારોબારી સદસ્ય તથા દેવભૂમિ જિ. શિક્ષક સંઘના પ્રમુખ રાજેશભાઈ વસરા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તથા વિભાગને રજૂઆત કરી આગામી જુલાઈ માસમાં જી તથા નીટની પરીક્ષાઓ લેવાનાર છે. તેમાં પરીક્ષા માટે નવા કેન્દ્રો ફાળવવા માંગ કરી છે.

હાલ આ પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, આણંદ, જામનગર, જૂનાગઢ, વડોદરા, વલસાડ, હિંમતનગર, મહેસાણા, રાજકોટમાં લેવાય છે. હાલ કોરોના મહામારી ચાલુ હોય, તથા જુલાઈ માસમાં પણ તે બાબતે પરેશાનીભરી સ્થિતિ તો થોડી રહેવાની જ છે તથા જુલાઈમાં ચોમાસાની ઋતુ હોય, કેટલાયે પરીક્ષાર્થીઓને ૩૦૦-૩૦૦ કિ.મી. સુધી પરીક્ષા દેવા જવું પડે તેવી સ્થિતિ થાય તેમ હોય રાજ્યના ૩૩ જિલ્લાઓમાં જિલ્લા અથવા નજીકના જિલ્લામાં વધુ કેન્દ્રો ફાળવીને વિદ્યાર્થીઓને થનાર પરેશાની હળવી કરવા માંગ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit