Advertisement

નગરની સેન્ટ ઝેવિયર્સમાં ધો. ૧૦ પાસ કરનારને એ જ સ્કૂલમાં પ્રવેશથી વંચિત રખાતા આક્રોશ

જામનગર તા. ૨૦ઃ જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કુલના જ ધો. ૧૦ ની પરીક્ષામાં ઉર્ત્તીણ થનાર વિદ્યાર્થીને ધો. ૧૧ માં પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે એબીવીપી દ્વારા આજે  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એબીવીપીના નગર મંત્રી સંજીત નાખવાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના પ્રિન્સીપાલને લેખિતમાં આવેદન પાઠવી રજુઆત કરતા જણાવ્યું કે, તમારી જ સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરી પાસ થનાર વિદ્યાર્થીને ધો. ૧૧ માં પ્રવેશ આપવામાં આવતો નથી તે તદ્દન અયોગ્ય છે.

આમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડા કરવામાં આવી રહ્યા છે. હવે એેવા વિદ્યાર્થીઓ જેમને પ્રવેશ મળ્યો નથી તેઓ કયાં જશે ? શું અન્ય સ્કૂલમાં તેમને પ્રવેશ આપવાની જવાબદારી સેન્ટ ઝેવિયર્સ શાળા લેશે ?

આથી તમામ બાકી રહેલા આવા વિદ્યાર્થીઓને આપની જ શાળામાં પ્રવેશ આપવામાં આવે તે જરૃરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit