| | |

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પુત્ર સાથે નજર કેદઃ શરૃ કરી ભૂખ હડતાલ

હૈદ્રાબાદ તા. ૧૧ઃ ટી.ડી.પી. નેતાની હત્યાના વિરોધમાં આજે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વિરોધ પ્રદર્શન કરવાના હતાં, પરંતુ તે પહેલા જ તેમને તેમના ઘરમાં જ પુત્ર સહિત નજરકેદ કરી લેવાતા તેમણે ભૂખ હડતાલ શરૃ કરી હોવાનું જાણવા મળે છે.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી) ના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુ અને તેમના દીકરા નારા લોકેશને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. હકીકતમાં આંધ્રપ્રદેશમાં ટીડીપીના નેતાની હત્યાના વિરોધમાં આજે ચંદ્રાબાબુ નાયડુ વિરોધ પ્રદર્શન કરવાના હતાં. પોલીસે નાયડુ અને તેમના દીકરાને ઘરેથી નીકળવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને બન્નેને હાઉસ એરેસ્ટ કરી દેવામાં આવ્યા છે.

પોલીસના આ નિર્ણયનો વિરોધ કરતા ચંદ્રાબાબુ નાયડુએ તેમના જ ઘરમાં આજે સવારે ૮ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધીની ભૂખહડતાલ શરૃ કરી દીધી છે. નાયડુની આ જાહેરાત પછી સમર્થકો તેમના ઘરે જઈ રહ્યા છે. પોલીસે ઘણાં કાર્યકરોને રોકી લીધા છે અને અમુક કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. નાયડુને મીડિયાને મળવાની છૂટ આપવામાં આવી નથી. તેમણે કહ્યું છે કે, લોકતંત્રનો કાળો દિવસ આવી ગયો છે. પ્રશાસને ચંદ્રાબાબુ સિવાય તેમના ઘણાં સમર્થકોને પણ નજરબંધ કરી દીધા છે, જ્યારે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ચંદ્રાબાબુ અને તેમના સમર્થકો પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચંદ્રાબાબુએ જગન રેડ્ડી પર રાજકીય હિંસા લગાવવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો છે. તેમણે તેમના સમર્થકોને સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ભૂખ હડતાલ કરવાની અપીલ કરી છે. તે સાથે જ ટીડીપીએ 'ચલો અટમાકુર'નો નારો પણ આપ્યો છે. ચંદ્રાબાબુએ જગનની પાર્ટી પર ટીડીપી સમર્થકોની હત્યાનો પણ આરોપ લગાવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit