ત્રેેેંસઠ ફોજદારોની બદલીનો આદેશઃ જામનગરના પાંચની બદલી, બે મૂકાયા

જામનગર તા. ૧૩ઃ રાજ્યના પોલીસબેડામાં બિનહથિયારધારી પીએસઆઈની ફરજ બજાવતા ત્રેંસઠ અધિકારીની ગઈકાલે બદલી થઈ છે જેમાં જામનગરમાંથી પાંચની અન્યત્ર નિયુક્તી થવા પામી છે. તેની સામે બે તેમજ દ્વારકા જિલ્લામાં ચાર નવા પીએસઆઈ મૂકવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્ય પોલીસ વડાની ગાંધીનગર સ્થિત કચેરી દ્વારા ગઈકાલે રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૬૩ બિનહથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. આશિષ ભાટીયા-ડીજી એન્ડ આઈજી ઓફ પોલીસ હેડ ઓફ પોલીસ ફોર્સ (ગુજરાત રાજ્ય) વતી પોલીસ મહાનિરિક્ષક (વહીવટ) અધિકારી બ્રજેશકુમાર ઝાની સહીથી ઉપરોક્ત હુકમ જારી થયો છે. ઉપરોક્ત હુકમમાં જામનગર શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રાણવીરસિંહ ચંદનસિંહ સરવૈયાની સુરત ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે જ્યારે અશ્વિનકુમાર દેવાયતભાઈ વાળાની જુનાગઢ, અનિલ ઈશ્વરજી મુલીયાણાની ગાંધીનગર, સિટી બી ડિવિઝનના મહિલા પીએસઆઈ કે.કે. પરમારની પંચમહાલ તથા આશાબેન એન. ચારણની ગાંધીનગર ઈન્ટેલીજન્સમાં નિયુક્તી કરવામાં આવી છે.

ઉપરોક્ત અધિકારીઓની સામે ભાવનગરથી રાહુલ અભેસિંહ વાઢેર, સુરતથી ઈન્તુજાબેન ઈબ્રાહીમભાઈ નોયડાની જામનગરમાં બદલી આપવામાં આવી છે. તે ઉપરાંત પોરબંદરથી રોશનબેન અલીમામદ નોયડાને દેવભૂમિ દ્વારકામાં મૂકવામાં આવ્યા છે. તેમની સાથે જ ભાવનગરથી મનિષ દાસાભાઈ મકવાણા, વડોદરા ગ્રામ્યમાંથી અરજણભાઈ ભીખુભાઈ ગોઢાણીયાને પણ દ્વારકા મૂકવામાં આવ્યા છે. અમદાવાદથી એસ.વી. ગરચરની દ્વારકામાં નિયુક્તી થઈ છે.

close
Ank Bandh
close
PPE Kit