Advertisement

અમદાવાદઃ બારેજા ગામમાં ગેસ લીકેજ પછી બ્લાસ્ટ થતા એક જ પરિવારના ૧૦માંથી ૯ સભ્યોના મૃત્યુ

અમદાવાદ તા. ૨૪ઃ અમદાવાદના બારેજા ગામમાં કરૃણ બનાવ બનવા પામ્યો છે. ગેસ લીકેજ પછી થયેલા બ્લાસ્ટમાં એક જ પરિવારના ૯ સભ્યોના મૃત્યુ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશમાંથી મજુરીકામ માટે ૧૫ દિવસ પહેલા અમદાવાદના બારેજા ગામમાં આવેલા એક જ પરિવારના ૧૦ લોકો એક જ ઓરડીમાં સુતા હતા ત્યારે ગેસમાં લીકેજ થયું હતું. આ દરમિયાન કોઈ કામ સબબ આ પરિવારના એક સભ્યએ લાઈટની સ્વિચ દબાવતા બ્લાસ્ટ થયો હતો. જેમાં દાઝી જતાં તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાંં. જયાં હોસ્પિટલના બીછાને ૯ લોકોના મૃત્યુ થયા હતાં અને ૧ સભ્યનો જીવ બચી ગયો હતો. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી.

આ સમગ્ર ઘટના પછી મધ્યપ્રદેશ સરકારે મૃતક સભ્યના પરિવાર માટે ૪-૪ લાખ રૃપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit