પાકિસ્તાનના પ્રોક્સીવોર અને આતંકવાદને મળશે જડબાતોડ જવાબઃ સેનાધ્યક્ષ નરવણે

નવી દિલ્હી તા. ૧પઃ ભારતીય સેના ૭ર મો સૈન્ય દિવસ ઉજવી રહી છે, ત્યારે પાકિસ્તાનના પ્રોક્સીવોર અને આતંકવાદને લઈને આકરો સંદેશ આપતા કહ્યું છે કે, ભારતીય સેના જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવા તેમણે ઐતિહાસિક કદમ ગણાવ્યું હતું.

સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે આનાથી કાશ્મીરને મુખ્ય ધારામાં સામેલ થવાની તક મળશે. આર્મી ચીફે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે સેના આતંકની વિરૃદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ પર ચાલે છે અને તેનો જવાબ આપવા માટે ભારતીય સેનાની પાસે કેટલાંય વિકલ્પ છે. ૭ર મા સેના દિવસના અવસર પર નરવણેએ કહ્યું કે ભારતીય સેનાએ પ્રોક્સી વોરમાં પૂરી સક્રિયતા અને મજબૂતીની સાથે દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરી છે. તેમણે કહ્યું કે ઉત્તર સરહદ પર સ્થિતિ શાંતિપૂર્ણ છે. જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતા નરવણેએ કહ્યું કે આર્ટિકલ ૩૭૦ ને હટાવવું ઐતિહાસિક પગલું છે તેનાથી કાશ્મીરને મુખ્ય ધારામાં સામેલ થવાની તક મળશે. સેનાધ્યક્ષ નરવણેએ કહ્યું કે તેમની પાસે આતંકનો જવાબ આપવાના અનેક વિકલ્પ હાજર છે. પાકિસ્તાનનું નામ લીધા વગર નરવણે બોલ્યા કે આતંકના પ્રત્યે અમારી ઝીરો ટોલરેન્સની નીતિ છે. આતંકની વિરૃદ્ધ જવાબ આપવા માટે અમારી પાસે અનેક વિકલ્પ છે, જેનો ઉપયોગ કરવામાં અમે જરાય ખચકાઈશું નહીં.

નરવણેએ વધુમાં કહ્યું કે, આર્મીને આધુનિક બનાવા પર જોર આપી રહ્યા છીએ. તેઓ બોલ્યા કે તેમની નજર ભવિષ્યમાં થનાર યુદ્ધના સ્વરૃપ પર છે. તેના મો ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સનું નિર્માણ થઈ રહ્યું છે. સ્પેસ, સાઈબર, સ્પેશ્યલ ઓપરેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેયર પર કામ ચાલી રહ્યું છે. નરવણેએ કહ્યું કે, સેનાને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે તેઓ ટેકનિકલ ક્ષમતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સેનામાં જાતિ, ધર્મ અને ક્ષેત્રને લઈ કોઈ ભેદભાવ કરાતો નથી. સેના નામ, નમક અને નિશાનના સિદ્ધાંતનું પાલન કરતા દેશની રક્ષા કરે છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે સેના આગળ પણ દેશના વિશ્વાસ પર આ જ રીતે ખરા ઉતરશે.

તાનિયા શેરગિલના નેતૃત્વમાં બટાલિયન

દેશ આજે ૭ર મા સેના દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થશે. જેમાં સેનાના કેપ્ટન તાનિયા શેરગિલ પુરુષ બટાલિયન નેતૃત્વ કરશે. તાનિયા ર૦૧૭ માં ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં જોડાઈ હતી. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેક કર્યું છે. તેમના પિતા, દાદા અને પરદાદા પણ સેનામાં સેવા આપી ચૂક્યા છે. તે ચોથી પેઢીની પહેલી મહિલા અધિકારી છે, જે પુરુષોના પરેડનું નેતૃત્વ કરશે. ગત્ વર્ષે કેપ્ટન ભાવના કસ્તુરીએ ગણતંત્ર દિવસ પર પુરુષ બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, માર્શલ કેએમ કરિયપ્પાના સન્માનમાં દર વર્ષે ૧પ જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. કરિયપ્પા ભારતીય સેનાના પહેલા કમાન્ડર-ઈન-ચીફ હતાં. તેમણે ૧૯૪૭ ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પશ્ચિમ સરહદ પર ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. કરિયપ્પાએ ૧પ જાન્યુઆરી ૧૯૪૯ ના સર ફ્રાંસિસ બુચર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit