Advertisement

હાપામાં પ્રૌઢે વિષપાન કર્યા પછી સારવાર દરમ્યાન નિપજયું મૃત્યુ

જામનગર તા. ૨૯ઃ જામનગર નજીકના હાપામાં રહેતાં એક પ્રૌઢે સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. તેમના પુત્રએ પોલીસને જણાવ્યા મુજબ હાપાના જ બે શખ્સ એક ચોકની જગ્યા પચાવી પાડવા હિલચાલ કરતાં હોય વ્યથિત થયેલા તેમના પિતાએ વિષપાન કર્યું છે.

જામનગર નજીકના હાપા ગામમાં આવેલી હનુમાનજીની દેરી પાસે રહેતાં હરિભાઈ વાલાભાઈ છૈયા નામના બાવન વર્ષના આહિર પ્રૌઢે ગઈ તારીખ એકવીસની સવારે ગરબી ચોકમાં જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી.

દવાની અસર થવા લાગતાં હરિભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે. પુત્ર દિનેશભાઈ છૈયાએ પોલીસીને જાણ કરી છે. પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર સી. જે. જાડેજાએ મૃતદેહને પીએમ માટે ખસેડયો છે.

મૃતકના પુત્રએ પોલીસમાં જણાવ્યા મુજબ હાપા ગામના જ ભનાભાઈ રાણાભાઈ તથા વનરાજ લોખીલ નામના બે વ્યક્તિ ગેરકાયદેસર રીતે ખોડિયાર મંદિર ચોક પચાવી પાડવા માંગતા હોય તે બાબત હરિભાઈ સાંખી શકયા ન હતા અને તેઓએ વ્યથિત થઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit