Advertisement

વલસાડ જિલ્લામાં સંખ્યાબંધ લૂંટ કરનાર ગેંગના બે શખ્સ સોળ વર્ષ પછી ઝડપાયા

જામનગર તા. ૨૫ઃ વલસાડના ભીલાડમાં સોળ વર્ષ પહેલા કેટલાંક પ્રવાસીઓને આંતરી સંખ્યાબંધ લૂંટને અંજામ આપનાર ટોળકીના ફરાર રહેલા મધ્યપ્રદેશના બે શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે કચ્છના ગાંધીધામ પાસેના મીઠી રોહર ગામમાંથી પકડી પાડયા છે.

વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૫માં લૂંટનો એક ગુન્હો નોંધાયો હતો. તે પછી આ જ વર્ષમાં બીજો ગુન્હો અને તે પછી વર્ષ ૨૦૦૬માં લૂંટ તથા ધાડનો ગુન્હો નોંધાવા પામ્યો હતો. આ ગુન્હામાં કેટલાક આરોપીઓ ઝડપાયા હતા અને મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કાસલા ગામના સબુર બદીયા ભુરીયા અને તેના ભાઈ ફકરૃ બદીયા ભુરીયાના નામ ખુલ્યા હતા.

ઉપરોકત બન્ને આરોપી છેલ્લા સોળ વર્થી પોલીસને હાથતાળી આપતા હતા. ઉપરોકત બન્ને આરોપી કચ્છના ગાંધીધામ નજીકના મીઠી રોહર ગામમાંં આવ્યા હોવાની બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડના કાસમ બ્લોચ, લખધીરસીંહ જાડેજા, ભરત ડાંગરને મળ્યા પછી મીઠી રોહર ગામે ધસી ગયેલી સ્કવોડની ટૂકડીએ ત્યાંથી બન્ને શખ્સને પકડી પાડયા છે. આરોપીઓનો કબ્જો ગાંધીધામ પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે. આ આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી વર્ષ ૨૦૦૫-૦૬માં વલસાડ જિલ્લાના ભીલાડમાં કેટલાક પ્રવાસીઓને આંતરી સંખ્યાબંધ લૂંટને અંજામ આપ્યો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit