સાધનાકોલોનીમાંથી બાઈકની થઈ ઉઠાંતરી

જામનગર તા. ૩૦ઃ જામનગરની સાધના કોલોનીમાંથી એક ટ્રાન્સપોર્ટરનું મોટરસાયકલ ભરબપોરે ઉપડી ગયું છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એમ-૫ નંબરના બ્લોકમાં વસવાટ કરતા ટ્રાન્સપોર્ટર જીગ્નેશભાઈ ધીરજલાલ શેઠ નામના આસામીએ ગઈ તા. ૨૨ની બપોરે પોતાના ભાગીદાર ભાવેશભાઈના નામનું જીજે-૧૦-ડીસી-૩૩૮૨ હીરો મોટરસાયકલ ઘર પાસે રાખ્યું હતું. તે વાહન ચાર કલાકમાં ત્યાંથી ઉપડી જતા સિટી એ ડિવિઝનમાં જીગ્નેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઉઠાવગીર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit