જામનગર તા. ૭ઃ જામનગરના ગોકુલનગરમાં ચક્કર આવતા બેશુદ્ધ બની ઢળી પડેલા એક યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારની શેરી નં. ૧૧માં રહેતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ જેઠવા (ઉ.વ.૨૨) નામના યુવાનને સોમવારની રાત્રે ચક્કર આવી જતાં તેઓ બેશુદ્ધ બની ગયા હતાં. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.