Advertisement

મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાં શ્રાવણિયા લોકમેળાઓ રદ થશે ? નિર્ણય બાકી...?

જન્માષ્ટમી એટલે જન-જનનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મિદવસને કૃષ્ણજયંતી કે જન્મદિન ના બદલે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે, જેની સાથે શ્રાવણ વદ-આઠમની ઘનઘોર રાત્રે મથુરાની જેલમાં પ્રગટ થયેલા (જન્મેલા) શિશૂ કૃષ્ણની ગોકુળના નંદરાજાને ત્યાં જન્મેલી બાળકી સાથે અદલાબદલી કરવા જતાં વાસુદેવજીની કથા સંકળાયેલી છે.

જો કે, જન્માષ્ટમી પર્વે માત્ર કૃષ્ણજયંતી જ નહીં, પણ અન્ય મહાત્મય ધરાવતા દિવસો પણ સાંકળી ને નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શિતળાસાતમ, પ્રારણાનોમ વગેરે વિશેષ દિવસોનું ઝુમખુ એક અનોખો તહેવારનું સ્વરૃપ ધારણ કરે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો ગણાય છે અને તેના પ્રત્યેક સોમવાર પણ વિશેષ મહાત્મય ધરાવે છે. શ્રાવણ મહિનામાં પ્રત્યેક સોમવાર, અમાસ અને જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારોના કારણે આખો મહિનો રિલિજ્યિસ ટૂરિઝમ અને ઈકો-ટૂરિઝમની વિપુલ તકો ઊભી કરે છે, અને ધાર્મિક ઉજવણીઓ સાથે મનોરંજન તથા રૃરલ માર્કેટીંગને સાંકળીને જન્માષ્ટમી, સોમવાર, અમાસ, જેવા દિવસોએ યોજાય છે શ્રાવણિયા લોક મેળાઓ .

ગયા વર્ષે કોરોનાના કહેરના કારણે રાજ્યમાં વિશાળ લોકમેળાઓ રદ કરવા પડ્યા હતાં જયારે આ વર્ષે પણ શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીના લોકમેળો યોજાશે કે નહી ? તેવો સવાલ  ઊઠી રહ્યો છે, અને ગામડાઓથી માંડીને શહેરોમાં પણ આ જ સવાલ ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યો છે. જો કે, કોઈપણ મહાનગર પાલિકાએ આ અંગે આજે સવાર સુધીમાં કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.

આજે મુખ્યમંત્રી રૃપાણી જયારે દ્વારકાની મુલાકાત લેશે, ત્યારે પણ કદાચ આ જ મુદ્દો ઓફિશ્યલી કે અન - ઓફિશ્યલી ચર્ચાશે તો ખરો જ રાજ્ય સરકારે પણ લોકમેળાઓને લઈને નિર્ણય કરવો અઘરો છે. કેરળ અને ઉત્તરપ્રદેશની સરકારોને કાવડયાત્રા અને બકરી ઈદને લઈને સુપ્રિમ કોર્ટે કરેલી ખૂબ જ ટિપ્પણીઓ જોતા લોકમેળાની છૂટ આપવી હવે કોઈપણ રાજ્ય સરકાર માટે સરળ નથી. બીજી તરફ રાજકોટ આઈસીએમઆરના પ્રમુખે ઓગષ્ટમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો અને બાળકો પર તેની સંભવિત વિપરીત અસરો તરફ અંગુલી નિર્દેશ કરતા હવે રાજકોટમાં તો લોકમેળાઓ રદ જ થાય, તેવી સંભાવનાઓ જણાઈ રહી છે, જયારે બે દિવસ પહેલા જ કોરોના મુકત થયેલા હાલારમાં લોકમેળાઓ અંગે કોઈને કોઈ સંકેતો કદાચ મુખ્યમંત્રીની દ્વારકાની મુલાકાત દરમિયાન સામે આવે, તેવું બની શકે છે. જામનગરમાં રંગમતિ-નાગમતિ નદી તટે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાતા મેળાઓને પણ કદાચ કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. બીજી તરફ એ તર્ક પણ લક્ષ્યમાં લેવો પડે કે જો ગુજરીબજારો, થિયેટરો અને બાગ-બગીચા-હરવા ફરવાના સ્થળો માટે (ભલે  પ્રોટોકોલ કે શરતો સાથે) છૂટછાટ આપી શકાતી હોય, તો લોક મેળાઓ માટે પણ આવો કોઈ માર્ગ ન કાઢી શકાય ? સૌરાષ્ટ્રમાં લોકમેળાઓનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, સાથે સાથે આર્થિક મહત્ત્વ પણ છે, કારણ કે આ દિવસોમાં ઘણાં લોકોને ચાર-છ મહિનાના રોટલા નીકળી જાય એટલે કે ગુજરાન ચાલી જાય, તેટલી રોજગારીની તકો મળતી હોય છે, એટલું જ નહી, આ તહેવારો દરમિયાન ગામે-ગામ સર્જાતો માહોલ પણ સાંસ્કૃતિક એકતાનો પ્રતીક બની જાય છે. કારણ કે આ લોકમેળાઓ હવે સાર્વજનિક બની ગયા હોવાથી જન-જનને સ્પર્શે છે.

બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની આજની જૂનાગઢની મુલાકાત પર ઘણાં લોકોની નજર મંડાયેલી હતી. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાનું મહત્ત્વ અધિક હોય છે અને તેમાં પણ ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં તો શ્રાવણ મહિનામાં સ્થાનિક ભાવિકો ઉપરાંત મોટા પ્રમાણમાં યાત્રિકોનો ઘસારો રહેતો હોય છે. મુખ્યમંત્રીએ જૂનાગઢમાં આજે આપેલા પ્રતિભાવો અને સંકેતો પણ ચર્ચામાં રહેવાના છે.

હકીકતે કોરોનાના સંક્રમણ અને વાયરસના નવા સ્વરૃપો અંગે વૈશ્વિક અને રાષ્ટ્રીય સંસ્થાઓ-નિષ્ણાતોના અભિપ્રાયો પણ અનુભવ કરતા વધુ અનુમાન આધારિત હોય છે, કારણ કે વાયરસ બધા માટે નવો છે એક તરફ આઈસીએમઆરના સુત્રો ત્રીજી લહેર બાળકો પણ વધુ અસર કરશે, તેમ જણાવે છે, જયારે એઈમ્સના ડોકટર ગુલેરિયા બાળકો કોરોના વિરોધી એન્ટીબોડી વધુ પ્રભાવી હોવાનું જણાવી શાળાઓ ખોલવાનો અભિપ્રાય આપી રહ્યા છે જો કે, આઈસીએમઆર પણ માધ્યમિક - ઉ.માધ્યમિક પહેલા પ્રાથમિક શાળાઓ ખોલવાની તરફેણ કરે છે. ટૂંકમાં કોરોનાને લઈને સામાન્ય લોકો જ નહીં, પરંતુ તબીબો- નિષ્ણાતો, વૈજ્ઞાનિકો પણ ગોટે ચડી રહેલા જણાય છે, ત્યારે લોકમેળાનું શું થાય છે તે જોવું રહ્યું.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit