જામનગરના આકાશમાં પણ રંગબેરંગી પતંગોની રચાઈ રંગોળી

ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની જેમ હવે જામનગરમાં પણ ઉત્તરાયણ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા વરસોથી જામનગરમાં મકર સંક્રાંતિના દિવસો દરમિયાન પતંગ ચગાવવા માટે ખૂબ જ અનુકુળ પવનના કારણે પતંગો ચગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ વરસે પણ તા. ૧૩ મી જાન્યુઆરીની સાંજથી જ બજારોમાં પતંગ, ફીરકી, દોરા, પપ્પુડા, ચશ્મા, કેપ વગેરેની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતાં. આ ઉપરાંત જીંજરા, શેરડી, મમરા-તલના લાડુ, ચીકી, બોર વગેરેની પણ ધૂમ ખરીદી થઈ હતી. ઉત્તરાયણના દિવસે સવારથી જ મકાનના ધાબા પર, એપાર્ટમેન્ટની અગાસીઓ પર ડીજે મ્યુઝિક, સાઉન્ડ સિસ્ટમ, નાસ્તા-પાણી સાથે બાળકો સહિત પતંગ શોખીનોએ પતંગ ચગાવ્યા હતાં અને ચીચિયારીઓ, મ્યુઝિક ધમાલ, ઉંધીયા-પૂરીના ગ્રુપ જમણવાર સાથે લોકોએ મનભરીને પતંગોત્સવ માણયો હતો. જામનગરમાં તળાવની પાળે, પ્રદર્શન ગ્રાઉન્ડ તેમજ સત્યસાઈ હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો પતંગ-દોરા સાથે એકત્ર થયા હતાં અને મોડી સાંજ સુધી મેદાનમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit