ચાલીસ કરોડના ખર્ચે નિર્મિત ભૂગર્ભ ગટર યોજના તદ્ન અધૂરીઃ પ્રશ્નો ઉઠ્યા

ખંભાળીયા તા. ૧૫ઃ ખંભાળીયામાં ચાલીસ કરોડ જેવા જંગી ખર્ચે નિર્મિત ભૂગર્ભ ગટર યોજના ભંગાર અને થીંગડાવાળી તથા અધૂરી હોવા છતાં નગર પાલિકા દ્વારા સંભાળી લેવાના મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં ૪૦ કરોડ ઉપરાંતના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવામાં આવ્યું છે.

નગરમાં સંપૂર્ણ કામ હજુ પૂરૃં થયું નથી તથા ટાંકીઓમાં માત્ર એક-એક ટેંકર પાણીના ટેસ્ટીંગ થયા છે. જ્યારે ખરેખર તેના પર આખા ગામની ગટરની લાઈનનું પ્રેસર આવશે તેનું ટેસ્ટીંગ થયું નથી અને સમગ્ર ગટરનું પાણી જ્યાંથી નિકાલ થાય તે ટાંકાનું કાર્ય હજુ પૂર્ણ નથી થયું ત્યારે છેલ્લા છ માસથી આ ભંગાર અને થીંગડાવાળી યોજના જે ચાલે તેમ નથી તેનું કામ સંભાળવાની પાલિકાને વારંવાર દરખાસ્ત થતી હતી તથા પાલિકાએ સંભાળવાનું જ છે. ખરેખર બે વર્ષ સુધી કંપનીએ આ યોજના ચલાવીને બતાવવાની છે તે પછી જ યોજના સંભાળવાની છે ત્યારે ૪૦ કરોડ જેવી જંગી રકમની આ યોજના હજુ કાર્યાન્વિત થઈ નથી તેના પૂરા ટેસ્ટીંગ પણ થયા નથી ત્યારે પાલિકાએ સંભાળી લેતા હવે શું? તેવો પ્રશ્ન ઉઠ્યો છે!

તદ્દન નબળા કામ અનેક કોન્ટ્રાક્ટરો બદલાયા!

ભૂગર્ભ ગટર યોજના એ ગંદકી તથા મચ્છરોના ઉપદ્રવ સામે ખૂબ જ અસરકારક હોવા છતાં પણ આ યોજનામાં ૪૦-૪૦ કરોડની જંગી રકમ ખંભાળીયા જેવા શહેરમાં ખર્ચાઈ છે. પણ અત્યંત નબળા કામો છે જે પાણીની ટાંકીઓ કરાઈ છે તેમાં પાણીનો નિકાલ પણ થાય તેમ નથી તો પાણીનું લેવલ પણ વ્યવસ્થિત કરાયું કે જેથી પાણી ભરાય નહીં તો ખંભાળીયા શહેરના મુખ્ય બજાર તથા પાંચથી સાત ગલીઓ અને શેરીઓ તેવી છે કે જ્યાં હજુ પણ ભૂગર્ભ ગટરનું કામ થયું નથી તો આખું કાર્ય કંપલીટ થયું તેમ માનીને ચાલુ થાય અને ટેસ્ટીંગ થાય તો બાકીની ગટરોનું શું? તેનું પાણી કઈ રીતે નિકાલ થશે?

ખામીઓ અને અધૂરા કામો પાલિકા પૂરા કરશે?

મુખ્ય કંપનીએ કરોડોના આ કામો લઈ લીધા પછી પેટા કોન્ટ્રાક્ટરોને કામ આપવા માંડતા મૂળ કોન્ટ્રાક્ટરોથી આઠ-દશમાં કોન્ટ્રાક્ટર કામ કરવામાં આવ્યા હોય અત્યંત નબળું થયેલું આ ભૂગર્ભ ગટરનું કાર્ય કાર્યાન્વિત થાય તેમાં પણ મોટો પ્રશ્ન છે ત્યારે ખંભાળીયા પાલિકા બાકી રહેલું કામ પૂરૃં કરાવે અને આ કામ સારી રીતે થાય તેવું કરે તેવી માંગ કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit