Advertisement

જામનગરના કોર્પોરેટર સામે પોલીસે નોંધાવી ફરજ રૃકાવટની ફરિયાદ

જામનગર તા. ૧૦ઃ જામનગરના એક નગરસેવકને જોડીયાના ભાદરા પાટીયા પાસે રોકાવી જાહેરનામાના ભંગ અંગે દંડ ભરવાનું કહેતાં નગરસેવકે દંડ ભરવાનો ઈન્કાર કરતાં તેઓની સામે પોલીસની ફરજમાં રૃકાવટનો ગુન્હો નોંધાયો છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ ૫ાછળ આવેલા ભક્તિનગરમાં વસવાટ કરતાં અને જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૬ના નગરસેવક રાહુલભાઈ રાયધનભાઈ બોરીચા ગઈકાલે બપોરે જોડીયા તાલુકાના ભાદરા પાટીયા પાસેથી એક મોટરમાં અન્ય ત્રણ વ્યક્તિ સાથે પસાર થઈ રહ્યાં હતાં.

આ વેળાએ ભાદરા પાટીયા પાસે પેટ્રોલિંગમાં રહેલા જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેઓની મોટર રોકાવી મોટરમાં ચાર વ્યક્તિઓ બેઠા છે અને માસ્ક અંગે કહી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો છે તેમ કહી દંડ ભરી દેવા જણાવતાં નગરસેવક રાહુલભાઈ બોરીચાએ દંડ ભરવાનો ઈન્કાર કર્યો હતો.

ત્યારપછી મામલો વધી પડતાં આખરે જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નિલેષ ગોવિંદભાઈ અઘેરાએ જોડીયા પોલીસ સ્ટેશનમાં રાહુલ બોરીચા સામે પોલીસની ફરજમાં રૃકાવટ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૮૬, ૧૮૮, ૨૭૦, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit