| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લો થયો કોરોના મુક્તઃ સાવચેતી-ચેકીંગ રહેશે યથાવત

ખંભાળિયા તા. ર૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજમેરથી આવેલા બેટદ્વારકા અને સલાયાના મુસ્લિમ પરિવારોને કોરોના પોઝિટિવ થયેલો પ્રથમ બેટદ્વારકાની એક મહિલા અને એક પુરુષ તે પછી સલાયાની એક મહિલા તથા એક નાના આંબલાની મહિલા અને તે પછી સાત વ્યક્તિઓ સલાયાના અને એક બેટદ્વારકાની બાળકી મળીને કુલ ૧ર કેસો પોઝિટિવ નીકળ્યા હતાં જેમાં એક જામનગરમાં સારવાર માટે હતાં જ્યારે ૧૧ ખંભાળિયા હતાં. આયુર્વેદ તથા એલોપેથીની સતત સારવારની સાથે એક પછી એક આ પોઝિટિવ દર્દીઓ પહેલા બેટદ્વારકાનો યુવાન પછી સલાયાની મહિલા પછી બેટદ્વારકાની માતા-પુત્રી આ જંગમાંથી જીત્યા પછી આજે બાકી રહેલા સાત વ્યક્તિઓને સલાયાના મામદહેસેન ચાંગડા (ઉ.વ. ર૯), હમીર સતાર ચાંગડા (ઉ.વ. રર), નોમાન રસીદ થૈયમ (ઉ.વ. ૮), નાસીર રસીદ થૈયમ (ઉ.વ. પ), એમાન ઈસ્લામ થૈયમ (ઉ.વ. ૧પ), જમીલા અનવર ચાંવડા (ઉ.વ. ૩પ) તથા મુસ્કાન અનવર ચાંગડા (ઉ.વ. ૧પ) ને ખંભાળિયા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરીને તાળીઓ સાથે ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફે વિદાય આપી હતી તથા તેમને ઘેર હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. આમ હવે ખંભાળિયાની કોરોના સ્પે. હોસ્પિટલમાં જિલ્લાનો એક પણ પોઝિટિવ કેસ નથી. જિલ્લો કોરોના મુક્ત થયો છે. જો કે જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવેલ કે જિલ્લામાં તમામ પોઝિટિવ કેસો સારા થઈ ડિસ્ચાર્જ થયા છે છતાં હાલ રાજ્ય બહાર તથા અન્ય જિલ્લાઓમાં આવનારા લોકોનું પ્રમાણ વધ્યું હોય, સલામતીના પગલાં તથા ચેકીંગ મેડિકલ તપાસ અર્થે સતત ચાલુ રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit