Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયાર ધારકોને હથિયાર જમા કરાવવા આદેશ

ખંભાળીયા તા. ૨૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં દિન-૭માં જમા કરાવી દેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ. પંડ્યાએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજીસ્ટ્રેટ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદાની રૃએ પરવાનો મંજૂર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહીં. માન્યતા ધરાવતા સિક્યુરિટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેંકમાં ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. મોટા ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ-નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક - જવાબદાર અધિકારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, મોટા અને મહત્ત્વના ધાર્મિક સ્થળોના સંચાલક, મહેત પૂજારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ખાસ પરવાનગી આપેલ હોય તેઓને લાગુ પડશે નહીં.

અધિકારી-કર્મચારીઓની રજા ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૧૯ ડિસે.૨૦૨૧ ના રોજ યોજાનાર છે, જેને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ જરૃરી આદેશો કર્યા છે. જેમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીની કામગીરી ઘણી જ વિશાળ અને રાજ્યના સમગ્ર વહીવટી તંત્રનો ચૂંટણી કામે સહકાર મેળવવો જરૃરી છે. આથી સ્વરાજ્ય એકમોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી અધિકારીઓ - કર્મચારીઓની રજા મંજૂર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit