| | |

કુરંગા પાસેની ખાનગી કંપનીની લેબર કોલોનીમાં બાળકી પરના દુષ્કર્મની તપાસ હજુ ઠેરની ઠેર

ખંભાળિયા તા.૧૨ ઃ દ્વારકા  નજીકની ઘડી ડિટર્જન્ટ કંપનીના લેબર કોલોનીમાં એક બાળકી પર ગુજારાયેલા કહેવાતા દુષ્કર્મ પ્રકરણમાં ફોરેન્સિક વિભાગ દ્વારા મહિનાઓ પછી પણ રિપોર્ટ મોકલવામાં આવ્યો નથી.

દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે સ્થાપવામાં આવેલી ઘડી ડિટર્જન્ટ (આરએસપીએલ) કંપનીના લેબર કોલોની વિસ્તારમાં નાની બાળકી પર કોઈ શખ્સે નિર્મમ દુષ્કર્મ ગુજારી આ બાળકીને લોહીલુહાણ કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં થયા પછી આ બનાવને મહિનાઓ વિત્યા હોવા છતાં પોલીસ તપાસ હજુ ઠેરની ઠેર જ અટકેલી પડી છે. કહેવાતા દુષ્કર્મ પ્રકરણમાં સીસીટીવી તથા અન્ય રિપોર્ટ માટે ફોરેન્સિક વિભાગને નમૂના મોકલવામાં આવ્યા હોવા છતાં તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. સમગ્ર રાજ્યમાં સગીરા પર અત્યાચાર અંગેની ગંભીર કલમો લાગુ પડી તે પછીનો આ પ્રથમ કેસ નોંધાયો હોવા છતાં તેમાં હજુ સુધી કોઈ પ્રગતિ થવા પામી નથી.

દુષ્કર્મનો ભોગ બન્યાનું જે બાળકી માટે કહેવામાં આવે છે તેની માતાની મનોચિકિત્સકએ કરેલી પૂછપરછમાં તેણીએ પોતાની પુત્રી પડી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે આખા કેસનો મદાર એફએસએલના રિપોર્ટ પર અટક્યો છે, પરંતુ તે રિપોર્ટ મહિનાઓથી આવ્યો ન હોય, ફોરેન્સિક વિભાગ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit