જામનગરની જી. જી. હોસ્પિટલના હેડ નર્સનું કોરોનામાં મૃત્યુઃ શ્રદ્ધાંજલિ પાઠવાઈ

જામનગરમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. આ દરમ્યાન જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં વ્યસ્ત એવા હેડ નર્સ હંસાબેન નિનામાનું કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આથી નર્સીંગ સહિતના સ્ટાફ દ્વારા તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મૂળ હિંમતનગર પંથકના રહેવાસી હંસાબેન નિનામા જામનગરની જી.જી.હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને કોરોના દર્દીઓની સારવાર કરતા તેઓ પણ સંક્રમિત બન્યા હતા. પરંતુ તેમની સારવાર કારગત નીવડી ન હતી અને ગઈકાલે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Ank Bandh
close
PPE Kit