ટોલનાકે થયેલી બઘડાટીના કેસમાં જામીન મુક્તિ

જામનગર તા. ૧૫ઃ ધ્રોળ નજીકના સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા પર ગઈ તા. ૧.૧૦.ર૦૧૯ ના દિને દિવ્યરાજસિંહ જે. જાડેજા, રમજાન રસુલભાઈ નામના શખ્સોએ ધસી જઈ રૃટ ડીપાર્ટમેન્ટમાં ટોલનાકે ફરજ બજાવતા યોગેશ રમેશભાઈ ત્રિપાઠીને કોન્ટ્રાક્ટ આપવા અથવા રૃપિયા ર૦ લાખ આપવાનું કહી યોગેશનું મોટરમાં અપહરણ કરી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

જેલહવાલે થયેલા આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે બન્નેને રૃપિયા ૧પ-૧પ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ મનોજ અનડકટ, રાજેશ અનડકટ રોકાયા છે.

 

close
Ank Bandh
close
PPE Kit