| | |

મધ્યપ્રદેશમાં દલિત સમાજના બે બાળકોની હત્યાની ઘટનાઃ બહુજન વિકાસ સંઘનો રોષ

જામનગર તા. ૯ઃ મધ્યપ્રદેશના શિવપુરીમાં સીરસૌદ તાલુકાના ભાવખેડી ગામમાં ખુલ્લામાં શૌચ કરતા દલિત સમાજ બે બાળકોની ઢોર માર મારીને હત્યા નિપજાવવાની ઘટના અંગે જામનગરના બહુજન વિકાસ સંઘે ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત ઉચ્ચ સ્તરે રજુઆતનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં હત્યારાઓ તથા ગામના સરપંચ સામે કડક કાર્યવાહી કરવા તેમજ દલિત સમાજને સહાય કરવા માંગણી કરવામાં આવી છે.

સંઘના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, પ્રદશે મહામંત્રી હરીશ મકવાણા, શહેર પ્રમુખ સી.કે.વાઘેલાની આગેવાની હેઠળ મૂળજીભાઈ વાઘેલા, રમેશ કબીરા, આર.કે.પરમાર, આર.કે.મકવાણા, શંકર ચૌહાણ, જીવરાજ કબીરા, પરસોતમ વાઘેલા, આર.એસ.વાઘેલા, લક્ષ્મણ પુરબીયા, ભગવાનજી પરમાર, ગોપાલ સરધારા, અતુલ વાઘેલા, મહેન્દ્રભાઈ વાઘેલા, હરીશભાઈ બાબરીયા, જીગ્નેશ બાબરીયા, ધર્મેશ પરમાર, છગન વાઘેલા, ભૂપત વાઘેલા, જમીન બાબરીયા, ખોડીદાસ મકવાણા, બંટી વાણીયા, દેવજી ઢાંકેચા, કુલદીપ વાઘેલા, મહેશભાઈ, માધુભાઈ, મહેશભાઈ મકવાણા વગેરેની પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર સુપરત કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit