Advertisement

મંગળ ગ્રહ ઉપરથી સૂર્યાસ્તના નજારાની અદ્દભૂત તસ્વીર નાસાએ દુનિયાને બતાવી

માસ્ટકેમ-ઝેડ કેમેરા સિસ્ટમ દ્વારા ૯-૧૧-૨૧ના દિવસે લેવાયેલી તસ્વીર

નવી દિલ્હી તા.૨૫ઃ ડૂબતા સૂર્યની આછી વાદળી રોશનીથી સજેલા આકાશનો અદ્ભુત નજારો કોઈનું પણ મનમોહી લે. પૃથ્વીના વિભિન્ન જગ્યાઓ ઉપર સનસેટની તસ્વીરો અને નજારા અત્યાર સુધી અનેક વખત જોયો હશે. પરંતુ શું વિચાર્યું છે કે સૌરમંડલના બાકીના ગ્રહો પરથી સનસેટ કેવો દેખાતો હશે. જોકે, મોટાભાગના લોકોના મનમાં આવો પ્રશ્ન જ નહીં આવતો હોય. પરંતુ આ પ્રશ્ન નાસાના વૈજ્ઞાનિકોના મનમાં પણ આવ્યો અને તેઓએ બાકીના ગ્રહોથી સૂર્યાસ્ત કેવો દેખાય છે તેની સુંદર તસ્વીર પણ શેર કરી છે.

લાંબા સમયથી મંગળ પર જીવનની શોધ કરી રહેલા નાસાના વૈજ્ઞાનિકોએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સફેદ ખરબચડા વાદળો, પહાડો જેવા દેખાતા પથ્થરો વચ્ચે ડૂબતા સૂર્યની તસવીર જોઈને અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કે આ પૃથ્વીની નહીં પણ મંગળ ગ્રહની તસવીર છે.

આ તસવીર શેર કરતાં નાસાએ કેપ્શનમાં લખ્યું છે કે, લાલ ગ્રહ પર વાદળી સૂર્યાસ્ત. અમારા પર્સિવરેન્સ માર્સ રોવરે તેનો સૌપ્રથમ સૂર્યાસ્તનો ફોટો લીધો છે. નાસાની પોસ્ટ અનુસાર, આ તસવીર માસ્ટકેમ-ઝેડ કેમેરા સિસ્ટમ દ્વારા ૯ નવેમ્બર ૨૦૨૧ના લેવામાં આવી હતી. મિશનના ૨૫૭માં દિવસે મંગળની સૂર્યાસ્તની તસવીર લેવામાં આવી હતી. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો છે. નાસાએ ખુલાસો કર્યો છે કે લાલ ગ્રહ પર સૂર્યાસ્તનું અવલોકન ૧૯૭૦ના દાયકાથી ચાલી રહ્યું છે. નાસાએ જણાવ્યું હતું કે, મંગળના સૂર્યાસ્તમાં સામાન્ય રીતે તેમના લાક્ષણિક વાદળી રંગછટા દેખાય છે, જે વાતાવરણમાં રહેલી ધૂળના પરિણામે દેખાય છે, નાસાએ જણાવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit