કલા મહાકુંભ-ર૦ર૦ ના કાર્યક્રમના આયોજન અંગે સ્પર્ધકોને સૂચના

જામનગર તા. ૧પઃ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત કલા મહાકુંભ-ર૦ર૦ ની વિવિધ કૃતિઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત જામનગર શહેરના ૧ થી ૬ ઝોનની સ્પર્ધાઓ (૧૪ કૃતિ) તા. ૧૭-૧-ર૦ર૦ થી તા. ૧૯-૧-ર૦ર૦ દરમિયાન તેમજ જામનગર શહેર અને જામનગર જિલ્લા કક્ષાની જુદી જુદી સ્પર્ધાઓ (ર૩ કૃતિ) તા. ર૩-૧-ર૦ર૦ થી તા. રપ-૧-ર૦ર૦ દરમિયાન એમ.પી.  શાહ મેડિકલ કોલેજ, જામનગરમાં યોજાનાર છે. જેનો વિગતવાર કાર્યક્રમ જિલ્લા રમતગમત કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૃમ નં. ૪ર, રાજપાર્ક પાસે, જામનગરમાંથી મેળવી શકાશે. તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. ૯-૧-ર૦ર૦ થી તા. ર૧-૧-ર૦ર૦ દરમિયાન જે તે તાલુકામાં યોજાશે.

જેમાં જામનગર તાલુકા કન્વિનર શૈલેષભાઈ પટેલ (મો. ૯૯૭૮ર ૭૧ર૩૭) જી.બુ.ટી. હાઈસ્કૂલ અલિયાબાડા, જોડિયા તાલુકાના કન્વિનર અરવિંદભાઈ મકવાણા (મો. ૯૭૧રર ૩૪૯૮૪) હડિયાણા પ્રાથમિક શાળા, કાલાવડ તાલુકાના કન્વિનર રમેશભાઈ દોંગા (મો. ૯૯૭૪૪ ૯૧૪૭ર) જે.પી.એસ. સ્કૂલ કાલાવડ, ધ્રોળ તાલુકાના કન્વિનર જ્યોત્સનાબેન બોડા (મો. ૯૪ર૯૩ ૩૪૧૭૪) જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય ધ્રોળ, લાલપુર તાલુકાના કન્વિનર કિંજલભાઈ ગાંધી (મો. ૯૪ર૯૧ ૪૧૧૦પ) વિવેકાનંદ હાઈસ્કૂલ લાલપુર, જામજોધપુર તાલુકાના કન્વિનર અખિલભાઈ બુટાણી (મો. ૯૦૮૧૧ ૭૧પ૮૧) વિજાપુર વિદ્યા સંકુલ-સિદસર તાલુકાના કન્વિનરનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit