ગોડસે ગોળી મારતા પહેલા ગાંધીજીને પગે લાગ્યો અને વડાપ્રધાન બંધારણને નમ્યાઃ પુનિયા

નવી દિલ્હી તા. ૧૪ઃ કોંગી નેતા પી.એલ.પુનિયાએ ગાંધીજીના હત્યારા સાથે વડાપ્રધાન મોદીની તુલના કરી વિવાદ જાગ્યો છે.

છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પી.એલ.પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના મહાત્મા ગાંધીના હત્યારા નથ્થુરામ ગોડસે સાથે કરી. તેમણે કહ્યું કે ગોડસે જે રીતે ગોળી મારતા અગાઉ ગાંધીજીને પગે લાગ્યો હતો તે રીતે મોદીએ પણ ગૃહ અને બંધારણને માથે ટેકવ્યું છે. આજે આ બંને વ્યવસ્થાઓનો ખાત્મો બોલી ગયો છે.

જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે બોલાવાયેલી બેઠકમાં ભાગ લેવા આવેલા પુનિયાએ કહ્યું કે વડાપ્રધાન અને સરકાર બંધારણ પર હુમલા કરી રહી છે. તેને સ્વાતંત્રય સેનાનીઓએ તૈયાર કર્યું હતું. જેમણે બંધારણની નકલ બાળી હતી તેઓ આજે તેને પગે લાગી રહ્યા છે. આ તેમની જુની પરંપરા છે. એસસી-એસટીના ચુકાદા અંગે કહ્યું કે કોંગ્રેસ આ અંગે પુનઃ વિચાર અરજી કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ માટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવા પણ કહ્યું છે. ચુકાદાના વિરોધમાં છત્તીસગઢમાં ૧૬ ફેબ્રુઆરીએ દેખાવો યોજાશે. આ નિવેદન પછી રાજકીયક્ષેત્રે વિવાદ જાગ્યો છે.

close
Nobat Subscription